બે ભાઇઓને ટક્કર માર્યા બાદ કાર ચાલકે સાગરીતો બોલાવી બંને ઇજાગ્રસ્ત પર હુમલો કર્યો

On: March 17, 2022 7:44 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃ ગોત્રી નિલામ્બર સર્કલ પાસે માથાભારે તત્વોએ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બે ભાઇઓ ઉપર હુમલો કરતાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી કારના નંબરને આધારે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

હરણીરોડ પર સિધ્ધાર્થ સ્કવેરમાં રહેતા અને નવરચના યુનિ.માં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા યશરાજસિંહ સુદર્શનસિંહ વાળા અને તેનો ભાઇ નિત્યરાજ (મૂળ ભાવનગર) ગઇકાલે પરીક્ષા આપી બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે પ્રિયા ટોકિઝ અને  નિલામ્બર સર્કલ વચ્ચે રોંગ સાઇડ આવતી કારના ચાલકે બાઇકને ટક્કર મારતાં બંને ભાઇઓ પટકાયા હતા.

બંને ઇજાગ્રસ્ત ભાઇઓના કપડાં પણ માટી વાળા થઇ ગયા હતા.તેઓ કપડાં સાફ કરી બેઠા થયા હતા અને કાર ચાલકને અમને મારી નાંખવા છે કે શું..તેમ કહી ઠપકો આપતાં કાર ચાલકે પોતાના હાથમાં પંચ પહેરી બંનેને માર માર્યો હતો.

ત્યારબાદ કારચાલકે ફોન કરી તેના માણસોને  બોલાવતાં છ થી સાત જણા લાકડીઓ લઇ દોડી આવ્યા હતા અને  બંને ભાઇઓ પર તૂટી પડતાં તેમને આખા શરીરે ઇજા થઇ હતી.લોકો ભેગા થતાં હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.

જે પી રોડ પોલીસે હુમલાખોરો સામે રાયોટિંગ તેમજ અકસ્માતના બે અલગઅલગગુના નોંધી કારના નંબરને આધારે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!