[ad_1]
અમદાવાદ,બુધવાર,16 માર્ચ,2022
શહેરના મેમનગર વિસ્તારના માનવ મંદિર પાસે આવેલી સંવેદના
હોસ્પિટલના એરકન્ડીશનમાં બુધવારે સાંજના સુમારે શોટ સરકીટથી આગ લાગતા ફાયર વિભાગના
સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનીટમાં આગને કાબૂમાં લીધી હતી.ઘટના બની એ સમયે
હોસ્પિટલની ઓ.પી.ડી.માં ૧૫ પેશન્ટ હતા આ તમામ પેશન્ટને સલામત રીતે રેસ્કયૂ કરવામાં
આવ્યા હોવાનું ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ પ્રતિક્રીયા આપતા કહ્યુ
હતું.ઘટના સ્થળે ફાયર વિભાગના પાંચ વાહન ઉપરાંત ફાયર અધિકારી કૈજાદ દસ્તૂર સહિતના
સ્ટાફે આગને કાબૂમાં લીધી હતી.
[ad_2]
Source link






