Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સ્માર્ટસિટી વહીવટીતંત્રમાં ચાલતી બેદરકારી, અમદાવાદ મ્યુનિ.ના ટેકસ મોડયુલમાંથી મળવાપાત્ર ડીસ્કાઉન્ટ અદ્રશ્ય કરી દેવાયું

On: March 2, 2022 10:04 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,બુધવાર,2
માર્ચ,2022

સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિ.ના વહીવટી તંત્રમાં ચાલતી બેદરકારીનો
વધુ એક નમુનો બહાર આવવા પામ્યો છે.હાલમાં બાકી મિલકતવેરો ભરપાઈ કરનારા કરદાતાઓને ખાસ
ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે.આ પરિસ્થિતિમાં શહેરના જે કરદાતાઓ મ્યુનિ.ના ટેકસ
મોડયુલનો ઉપયોગ કરી ઓનલાઈન ટેકસની રકમ ભરી રહ્યા છે.એ મોડયુલમાંથી બે દિવસથી મળવાપાત્ર
ડીસ્કાઉન્ટ જ અદ્રશ્ય કરી દેવામાં આવ્યુ હતું.અંતે તંત્રમાં કોઈનું આ ગંભીર બેદરકારી
મામલે ધ્યાન દોરવામાં આવતા બુધવારે બપોરની મળવાપાત્ર ડીસ્કાઉન્ટ ઓનલાઈન દેખાવાનું શરુ
થઈ શકયુ હતું.અગાઉ મુખ્ય ડેટા સેન્ટર ખાતે સર્જાયેલી ટેકનિકલ ક્ષતિના કારણે સાત દિવસ
સુધી લોકો હેરાન થતા મ્યુનિ.ની ટેકસની આવકમાં ઘટાડો થવા પામ્યો હતો.

અમદાવાદ મ્યુનિ.ના વહીવટી તંત્રની તમામ કામગીરી ઓનલાઈન
કરવાની વહીવટી તંત્ર અને શાસકપક્ષ તરફથી અગાઉ અનેક વખત જાહેરાતો કરવામાં આવી છે.આમ
છતાં સંકલનના અભાવે હજૂ સુધી આ જાહેરાતો પુરી રીતે સફળ થઈ શકી નથી.મ્યુનિ.ના પૂર્વ
ટેકસ ઈન્સપેકટર પુનમભાઈ પરમારે આ અંગે પ્રતિક્રીયા આપતા કહ્યુ
,અમદાવાદ
મ્યુનિ.ની કામગીરીને પેપરલેસ કરવાની કરાતી જાહેરાતો પોકળ પુરવાર થઈ રહી
છે.કોમ્પ્યુટર મોડયુલના સોફટવેરમાં અવારનવાર ક્ષતિઓ બહાર આવી રહી છે.ટેકસબીલમાં
બાકી ટેકસ ઉપર ૧૮ ટકાના બદલે અમુક કેસમાં ૧૨થી ૧૫ ટકા જયારે કેટલાક કેસમાં વાર્ષિક
૧૮ ટકાના બદલે ૨૨થી ૨૫ ટકા સુધીના વ્યાજની ગણતરી કરવામાં આવી હોવાના પુરાવા તંત્રના
અધિકારીઓને આપ્યાને પાંચ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં કોમ્પ્યુટર
મોડયુલમાં હજી સુધી કોઈ સુધારો કરવામાં આવતો નથી.કે નથી આ અંગે જવાબદાર અધિકારીઓ
સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ.

ઓકટોબર-૨૦૧૮થી અમદાવાદમાં મ્યુનિ.દ્વારા યુઝર્સ ચાર્જ
વસુલવામાં આવી રહ્યો છે.તે સમયે કોમ્પ્યુટરની ભુલના કારણે યુઝર્સ ચાર્જ કાયમી
ટેકસના ના હોવાછતાં ૧૮ ટકા લેખે વ્યાજ વસુલવામાં આવતા આ અંગેના તમામ પુરાવા
મ્યુનિ.તંત્રમાં આપવામાં આવ્યા છે.ઓકટોબર-૨૦૨૦થી યુઝર્સ ચાર્જ ઉપર ૧૮ ટકા લેખે
વ્યાજ વસુલ કરવાનું બંધ કરવામાં આવ્યુ છે.આમ છતાં અગાઉના સમયમાં યુઝર્સ ચાર્જ ઉપર
વસૂલવામાં આવેલ વ્યાજ પ્રોપર્ટી ટેકસમાં જમા આપવામાં આવ્યુ ના હોવાનું તેમણે
પ્રતિક્રીયા આપતા કહ્યુ છે.

હાલમાં મ્યુનિ.એ જાન્યુઆરી મહિનાથી બાકી ટેકસ ભરપાઈ કરનારા
કરદાતાઓને ખાસ રીબેટ આપવાની યોજના અમલમાં મુકી છે.થોડા દિવસ પહેલા ઉસ્માનપુરા ખાતે
આવેલા મુખ્ય ડેટા સેન્ટર ખાતે સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે સાતથી વધુ દિવસ સુધી
ટેકસ કલેકશનની કામગીરી ખોરંભે પડી ગઈ હતી.તેને પૂર્વવત કરાયા બાદ સ્પીડ વધી જતા
અમુક કીસ્સાઓમાં ડબલ પહોંચો બની હોવાની વિગત બહાર આવવા પામી હતી.આ સમસ્યાનું
નિરાકરણ હજુ આવ્યુ નથી.ત્યાં મ્યુનિ.ના ટેકસ મોડયુલ ઉપર વ્યાજ માફી યોજના હેઠળ
મળવાપાત્ર ડીસ્કાઉન્ટ જ બે દિવસ સુધી ઓનલાઈન પ્રોપર્ટી ટેકસ ભરવા માંગતા કરદાતાઓને
જોવા ન મળતા નગરજનો હેરાન-પરેશાન બની ગયા હતા.આ બાબત મ્યુનિ.તંત્રમાં ચર્ચાનું
કેન્દ્ર બનતા તંત્રે આખરે ભૂલ સુધારીને ટેકસ મોડયુલમાં બુધવારે સવારથી મળવાપાત્ર
ડીસ્કાઉન્ટ ઓનલાઈન પ્રોપર્ટીટેકસ ભરવાવાળાને જોવા મળે એ પ્રકારની વ્યવસ્થા કરવાની
ફરજ પડી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!