નાનપુરા માછીવાડમાં ગેરકાયદે ઓટલા દુર કરાયા, બાકી રોડનું કામ પુર્ણ કરાશે

On: March 1, 2022 8:41 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


70 ટકા રોડ બની ગયો હતો 30ટકા બાકી હતો
ઃ ઓટલા દુર કરવા અને રોડ પણ પાણી નહી ફેલાવવા સ્થાનિક વેપારીઓ સંમત

        સુરત

સેન્ટ્રલ ઝોનમાં
નાનપુરા માછીવાડમાં ગેરકાયદે ઓટલા દુરકરી દેવાયા છે. જેથી રોડ બનાવવાની બાકી રહેલી
30 ટકા કામગીરી પુર્ણ કરાશે.

નાનપુરા માછીવાડ
વિસ્તારમાં 70 ટકા જેટલો રોડ બની ગયો છે પરંતુ 30 ટકા જેટલો રોડ મચ્છી માર્કેટ અને
તેની આસપાસ ગેરકાયદે બનાવેલા ઓટલાના કારણે બન્યો ન હતો.  સતત બરફનું પાણી રસ્તા પર વહેતું હોય ડામરથી રોડ
બનાવવાની કામગીરી થતી ન હતી. સ્થાનિક વેપારીઓ સાથે મ્યુનિ.ના અધિકારી અને કોર્પોરેટરોની
અનેક બેઠકો બાદ પ્રશ્નનો હલ આવ્યો હતો. વેપારીઓ ગેરકાયદે ઓટલા દુર કરવા અને માર્કેટમાંથી
પાણી રોડ પર ન ફેલાય તે માટે સંમત થયા હતા. જેથી આજે  રજાના દિવસે ઓટલાઓનું ડિમોલીશન કરાયું હતું. અને
બાકી રહેલા રોડની કામગીરી હવે પુર્ણ કરાશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!