બનાસકાંઠામાં જળ સંકટ ઘેરું બનતાં ખેડૂત આંદોલનના એંધાણ

On: February 28, 2022 3:47 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાલનપુર,
તા.27

બનાસકાંઠા જિલ્લામાં ઘેરા બની રહેલા જળસંકટને નિવારવા જન
આંદોલનના મંડાણ થયા છે. જેમાં પાલનપુર તાલુકાના કોટડા ગામે પચાસ ગામના ખેડૂતોની
બેઠક મળી હતી. જેમાં જળ સંકટ મામેલ આગામી સમયમા ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ ઘડવામાં
આવી હતી.

પાલનપુર તાલુકાના મલાણા ગામ સહિત આજુબાજુ પચાસ જેટલા ગામમો
ભૂગર્ભ જળ સ્તર ઉડા જઇ રહ્યા હોય સિંચાઇ અને પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે.ત્યારે
આ પંથકમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે મલાણા ગામના તળાવમાં પાણી નાખવાની માંગમાં
છેલ્લા ૩૦ વર્ષથી રાજકીય નેતાઓ લોલીપોપ આપી રહ્યા હોય  આ પંથકમાં જળ સંકટ ઘેરું બનું રહ્યું હોય જળ
સંકટની સમસ્યાના કાયમી નિરાકરણ માટે રવિવારે ૫૦ ગામના આગેવાનોએ બેઠક યોજી હતી.જેમાં  આગામી તા.૭ માર્ચે ના રોજ એક સો ટ્રેક્ટરોમાં
પાંચ હજાર લોકો જોડાઈ પાલનપુર શહેરમાં રેલી યોજી સરકારને જગાડવાનો પ્રયાસ કરશે અને
જો સરકાર ખેડૂતોના પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં સાંભળે તો મલાણા પંથકના
પચાસ ગામના ખેડૂતો આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની
રણનીતિ ઘડવામાં આવી હતી.

વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી

ભારતીય કિસાન સંધના પ્રમુખ માવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, મલાણા વિસ્તારના
જળ સંકટના કાયમી ઉકેલ માટે આગામી તા.૭ માર્ચે પાંચ હજાર ખેડૂતો સો ટેક્ટર સાથે
પાલનપુરમાં રેલી યોજશે.તેમ છતાં તેમની માંગણી નહિ સંતોષાય તો આગામી વિધાનસભા  ચૂંટણીનો બહિષ્કાર કરવાનો ચીમકી ઉચ્ચારમાં આવી
હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!