[ad_1]

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
ગુજરાતના વીજ વપરાશકારોને વાજબી ભાવે વીજ પુરવઠો મળે અને ગ્રાહકને આકર્ષવા માટે વીજ કંપનીઓ અંદર અંદલ સ્પર્ધા કરી શકે તે માટે ગુજરાત સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓને અલગ અલગ વીજદર નક્કી કરી આપવા જોઈએ. વીજ વિતરણમાં સ્પર્ધા આવશે તો કન્ઝ્યુમરને કઈ વીજ વિતરણ કંપની પાસેથી વીજ સપ્લાય લેવો તે નક્કી કરવાની તક મળશે. તેમ કરવાથી દરેક વીજ વિતરણ કંપનીઓ તેમના પરફોર્મન્સમાં સુધારો લાવવાનો પ્રયાસકરશે. તેમ થશે તો લોકોને પણ વાજબી ભાવે વીજપુરવઠો મળતો થશે.
ટોરેન્ટને અમદાવાદ,સુરત ને દહેજ માટે અલગ વીજદર નક્કી કરાય તેમ સરકારી વીજકંપનીેના દર નક્કી કરો
રહેઠાણની વીજળી લેનારાઓને પહેલો સ્લેબ મહિને ૪૦૦ યુનિટ સુધીના વપરાશનો કરી આપવાની માગણી પણ કરવામાં આવશે તો વધુ અને ઓછી વીજળી વાપરનારાઓ વચ્ચે તફાવત રહેશે. વર્તમાન ચાર સ્લેબની સિસ્ટમમાં બહુ જ ઓછા લોકોને ઓછી વીજળી વપારવાને કારણે રાહત મળે છે. ટુ બીએચકેના અને પાંચ બીેચકેના ફ્લેટમાં રહેનારાઓને આજે એક સમાન જ દરે બિલ ચૂકવવા પડી રહ્યા છે. માત્ર ૫૦ યુનિટ સુધીની વીજળી વાપરનારાઓને બિલો પોવર્ટી લાઈન કનેક્શન તરીકે ગણતરીમાં લેવામાં આવ છે. બીપીએલની કેટેગરીમાં બહુ જ ઓછા લોકો આવતા હોવાથી બહુ જ ઓછા લોકોને તનો લાભ મળે છે, એમ યુવાના પ્રમુખ ભરત ગોહેલ અને વીજળીના ક્ષેત્રના નિષ્ણાત કે.કે. બજાજે જણાવ્યું હતું. રાષ્ટ્રીય વીજ નીતિમાં પણ જણાવવામાં આવ્યું છે કે ગ્રાહકની વીજબિલ ચૂકવવાની ક્ષમતાને ધ્યાનમા ંલઈને વીજદર માટેનીનીતિ તૈયારકરવી જોઈએ. ૨૦૦થી ૪૦૦ યુનિટ વીજળી વાપરનારાઓને મોડરેટ બિલઆવે તેવી વ્યવસ્થા કરવી જરૃરી છે. ૪૦૦થી વધુ યુનિટ વીજળી વાપરનારાઓ પાસે વધુ ઊંચા દર લઈ શકાય છે.
ગુજરાતમાં ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ એટલે કે એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ યુનિટદીઠ રૃા. ૨.૯૮ એફપીપીપીએ હેઠળ ચૂકવવા પડી રહ્યા છે. જાન્યુઆરી, ફેબુ્રઆરી અને માર્ચ ૨૦૨૨માં યુનિટે એફપીપીપીએ રૃા. ૨.૯૮ આવ્યા હતા, જે ઓછી વીજળી વપારનારાઓને પાસે યુનિટદીઠ લેવાતા રૃા. ૩.૦૫ની લગોલગ પહોંચી ગયા હતા. તેથી વીજળીના બેઝિક ચાર્જમાં તેની અડધી રકમ એટલે કે રૃા. ૧.૫૦ ભેળવી દેવાની માગણી પણ કરવામાં આવી હતી.
જૂના વીજ ઉત્પાદન મથકોના નવીનીકરણ-રિનોવેશન માટે રૃા. ૮૫૦ કરોડનો ખર્ચ મંજૂરકરવાની માગણી ગુજરાત સરકારની વીજ કંપનીઓએ કરી છે. આ ખર્ચ મંજૂર ન કરવો જોઈએ તેવી રજૂઆત ગ્રાહકો વતીથી કરવામાં આવી હતી. તેના રિનોવેશન માટેના ખર્ચને મંજૂર કરવાને બદલે આ પ્લાન્ટ્સને સ્ક્રેપ કરી દેવા જોઈએ. કોલસા અને ગેસથી ચાલતા વીજ મથકો તેની કુલ ક્ષમતાની તુલનાઓ બહુ જ ઓછી વીજળી પેદા કરે છે. વીજ કંપનીઓએ તેમનો વીજ ઉત્પાદન ખર્ચ નીચે લાવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સરકારી કંપનીઓના વીજ ઉત્પાદન પ્લાન્ટ તેની ઊંચી ક્ષમતાએ ચલાવીને વીજ ઉત્પાદન ખર્ચ ઘટાડવો જોઈએ.
સરકારી વીજ કંપનીઓ પાંચ વર્ષથી વીજદરમાં વધારો ન કર્યો હોવાનો દાવો કર્યા કરે છે. આ દાવો પોકળ હોવાનું જણાવતા કે.કે. બજાજે કહ્યું હતું કે એફપીપીપીએની ફોર્મ્યુલાને નામે દર વર્ષે ગુજરાત સરકારની વીજ કંપનીઓ વીજદરમાં ૫ ટકાનો વધારો કરી જ લે છે. ગુજરાતમાં મહિને ૨૦૦ યુનિટ વીજળી વાપરનારાઓએ યુનિટદીઠ રૃા. ૭.૫૦ ચૂકવવા પડી રહ્યા છે. ગુજરાતની સરેરાશ પાવર પરચેઝ કોસ્ટ રૃ. ૫.૪૯ જેટલી ઊંચી છે. તેમના યુનિટદીઠ ચાર્જ તો માત્ર રૃા. ૩.૦૫ છે. ઉપરાંત ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ, એફપીપીપીએ અને ૧૫ ટકા ઇલેક્ટ્રિસિટી ડયૂટી ચૂકવવી પડી રહી છે. ગુજરાત સરકારે ઇલેક્ટ્રિસિટી ડયૂટી પણ ૧૫ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દેવી જોઈએ તેવી માગણી કરવામાં આવી છે.
[ad_2]
Source link






