સરહદી વિસ્તારના 1500થી વધુ શ્રમિકો બે મહિનાથી વેતનથી વંચિત

On: February 25, 2022 11:44 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વાવ,
તા. 25

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ, સુઇગામ અને થરાદ
વિસ્તારના ચાલતી મનરેગા યોજના હેઠળ કામ કરતાં ૧૫૦૦ જેટલા શ્રમિકોને છેલ્લા બે
મહિનાથી મહેનતાણું ચુકવવામાં આવ્યું નથી. જેના કારણે ઘરનું ભરણપોષણ કરવું
શ્રમિકોને મુશ્કેલ બન્યું છે. સત્વરે વેતન ચુકવવામાં આવે તેવી માંગ શ્રમિકો કરી
રહ્યા છે.

બનાસકાંઠાના થરાદ,
વાવ, સુઇગામ
સહિત વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ લાખો કરોડો રૃપિયાના કામો ચાલી રહ્યા છે અને
તેથી સીધો ફાયદો શ્રમિકોને વેતન મળતા પોતાના ધંધા અર્થ બહાર જવાનું ટાળતા હોય છે
અને મનરેગા યોજના હેઠળ લેબરકામ કરી પોતાનું ગુજરાન શ્રમિકો ચલાવતા હોય છે
.ત્યારે થરાદ વાવ
સુઇગામ  વિસ્તારમાં સૌથી વધુ ગામડાઓમાં
મનરેગા યોજના હેઠળ કામો ચાલી રહ્યા છે.જેમાં ૧૫૦૦ થી વધુ શ્રમિકોને  ગ્રાન્ટ 
છેલ્લા બે માસથી ના મળતા કફોડી હાલત સર્જાઈ છે. વાવના અંદાજીત ૨૫ ગામડાઓમાં
૪૦ લાખ અને સુઇગામ વિસ્તારના ૨૪ લાખ જેટલી રકમ ચુકવવાની બાકી છે.સત્વરે શ્રમિકોને
પોતાનું મહેનતાણું મળે તેવી શ્રમિકો માંગ કરી રહ્યા છે.

હજુ સુધી ગ્રાન્ટ આવી નથી- અધિકારી

આ અંગે બનાસકાંઠા જિલ્લા વિકાસ એજન્સી નિયામક આર.આઇ શેખનો
સંપર્ક કરતાં તેઓએ કહ્યું હતું કે આમ તો દર મહિને ગ્રાન્ટ આવી જતી હોય છે પણ આ
વખતે બે માસ જેવો સમય થઈ ગયો છે.હજુ સુધી ગ્રાન્ટ આવી નથી. ગ્રાન્ટ આવશે તુરત
ચુકવણું કરી દેવામાં આવશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!