[ad_1]
વડોદરા,કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.ચોવીસ કલાક દરમિયાન કોરોનાના નવા ૨૯ કેસ નોંધાયા છે.જ્યારે ૨૩૭ દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
શહેરના નવીધરતી, સમા, શીયાબાગ, વડસર, કપુરાઇ, રામદેવનગર, સુદામાપુરી, બાપોદ, વાઘોડિયારોડ, નવાપુરા, ગાજરાવાડી, જેતલપુર, પાણીગેટ, યમુના મિલ,અકોટા, ગોત્રી, અટલાદરા અને તરસાલીમાં રહેતા ૧,૯૬૫ લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી ૨૯ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જ્યારે ગઇકાલે ૨,૦૩૮ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જે પૈકી ૫૩ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.કોરોનાની સારવાર લેતા ૨૩૭ દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.આજે શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૬૪૫ છે.હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘટીને ૧૪૪ થઇ ગઇ છે.વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા ૧૧ છે.આઇ.સી.યુ.માં દાખલ દર્દીઓ ૨૧ છે.જ્યારે ઓક્સિજનના સપોર્ટ પરના દર્દીઓની સંખ્યા ૧૦૨ છે.જ્યારે ક્વોરન્ટાઇન દર્દીઓની સંખ્યા ૧૧૬ છે.
[ad_2]
Source link






