[ad_1]
હિંમતનગર તા. 24
રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ખેલાતા તેમજ ગુરૃવારે રશિયન
આર્મી દ્વારા મિસાઈલ એટેક શરૃ કરી દેવાતા યુક્રેનમાં તબીબી અભ્યાસ કરતા ૩૦૦ જેટલા
ગુજરાતના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ફસાઈ ગયા છે. ફસાયેલા વિદ્યાર્થીઓના
પરિવારજનો પણ દહેશત ભર્યા માહોલથી ચિંતિત બન્યા છે. હિંમતનગર અને વડાલીના થુરાવાસ
ગામના વિદ્યાર્થીઓ ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓ સાથે વિમાસણ અને ભયજનક ક્ષણો વચ્ચે
સમય વિતાવી રહ્યા છે. ત્યારે થુરાવાસના વિદ્યાર્થીના એક વાલીએ હિંમતનગરના ડિઝાસ્ટર
વિભાગનો સંપર્ક કરી જાણ કરી હતી. જોકે હિંમતનગરના દસ સહિત સાબરકાંઠાના ૩૦ જેટલા
વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કેટલાંક વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થતાં પરત
ભારતમાં આવી ગયા હતા.
યુક્રેન અને રશિયા બોડર નજીક આવેલ ખારકીવ સીટીમાં
હિંમતનગરના મહેતાપુરામાં રહેતા ભાવેન્દ્રસિંહ ચૌહાણ તબીબી અભ્યાસ અર્થે ગયા છે. આ
વિદ્યાર્થી એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોઈ ક્રોપ્સની પરીક્ષા માટે
યુક્રેનમાં રોકાયા છે યુક્રેનમાં સાબરકાંઠા ના ૩૦ થી વધુ વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ
અર્થે ગયા હોવાની માહિતી સાંપડી છે જેમાં હિંમતનગરના ૧૦ વધુ વિદ્યાર્થીઓ પણ
તબીબીના અલગ અલગ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ કે
જેવોની પરીક્ષા અગાઉ પુર્ણ થઈ ચુકી છે તેઓ સ્વદેશ પોતાના ઘરે પરત ફર્યા છે. જયારે
ઓફલાઈન કલાસો સાથે ક્રોપ્સની પરીક્ષા બાકી હોય તેવા વિદ્યાર્થીઓ હાલ ખારકીવની
નેશનલ મેડિકલ યુનિવર્સીટી કેમ્પસમાં રોકાયા છે.
દરમ્યાન રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ફાટી નીકળતા હિંમતનગર અને વડાલી
સહિત સાબરકાંંઠાના કેટલાય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાતા તેમના પરિવારજનો ચિંતામાં
મુકાયા છે.
ખારકીવ સીટીમાં તબીબી અભ્યાસ કરતા ભાવેન્દ્રસિંહના પિતા
દિલીપસિંહ ચૌહાણે એક વાતચીતમાં જણાવ્યુ હતું કે યુધ્ધની સ્થિતિના કારણે હાલ
ખારકીવમાં દહેશત ભર્યો માહોલ સર્જાયો છે. બોર્ડર પર આવેલા આ સીટીમાં રશિયાના
સૈનિકો ટેંક સાથે ઘુસી જઈ મિસાઈલ એટેક શરૃ કરી દેતા ચારેકોર ધડાકાઓના અવાજ આવતા
હોવાનું પુત્રએ જણાવ્યુ હતુ. જયારે બીજી બાજુ પાણી, વિજ પુરવઠો અને હવે તેમની સાથે મોબાઈલ પર વાત કરવાની પણ
સુવિધા બંધ થઈ જતા ખુબ જ ચિંતા થઈ રહી છે.
વડાલી તાલુકાના થુરાવાસ ગામનો દક્ષેશ રમેશભાઈ પટેલ
યુક્રેનની મેડિકલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતો હોઈ તે હાલ કેમ્પસમાં જ છે. તેને
તા.૨૭ ફેબ્રુઆરીની ફલાઈટ ટીકીટ મળી હતી પરંતુ યુધ્ધ શરૃ થઈ જતા અનેક વિદ્યાર્થીઓ
યુક્રેનમાં ફસાયા છે. દક્ષેશના પિતા રમેશભાઈ પટેલે હિંમતનગર સ્થિત ડિઝાસ્ટર વિભાગને
આ અંગે જાણ કરી હતી.
ખારકીવની જુદી જુદી યુનિવર્સિટીઓમાં અંદાજે ૧૫૦૦ જેટલા
વિદ્યાર્થી ફસાયા
ખારકીવની યુનિવર્સીટીમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા
વિદ્યાર્થીના પિતાએ એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે આ સીટીની હોસ્ટેલોમાં દેશના
અંદાજે ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે.જેમાં ૭૦૦ થી ૮૦૦ વિદ્યાર્થીનીઓનો સમાવેશ
થાય છે. કેટલીક વિદ્યાર્થીનીઓની ૪ થી ૫ ગણા વધુ ભાડાની તા. ૪ માર્ચની ટીકીટો બુક
થઈ હતી પરંતુ હવે આ વિદ્યાર્થીનીઓ પણ યુધ્ધની સ્થિતીને કારણે ફસાઈ ગઈ છે. ફસાયેલા
વિદ્યાર્થીઓના પરિવારજનો યુધ્ધના માહોલના કારણે ચિંતામાં મુકાયા છે.
[ad_2]
Source link






