[ad_1]

સુરત, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર
સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઈને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરાશે. ફેનિલ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી થશે. સાક્ષીઓને બોલાવીને કેસની સુનાવણી કરવામાં આવશે. સરકારી વકીલે જણાવ્યુ કે ઝડપભેર ટ્રાયલ પૂરી કરીને ગ્રીષ્માને ન્યાય મળે એવા પ્રયાસો ચાલુ છે.
ગ્રીષ્મા મર્ડર કેસમાં કોર્ટમાં હત્યારા ફેનિલે ગુનો કબુલવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટ રૂમમાં ગ્રીષ્માના હત્યારા ફેનિલે કહ્યું હતુ કે, તેને ગુનો કબુલ નથી. આરોપી ફેનીલને કોર્ટ પૂછ્યું કે, શું ગુનો કબુલ છે? ત્યારે ફેનિલે ના પાડી હતી. હત્યાના આરોપી ફેનીલને સરકારી વકીલ આપવામાં આવ્યો છે. હવે આ કેસ સુરતના ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે.
સુરતના ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલ પંકજભાઈ ગોયાણી વિરૂદ્ધ સુરત પોલીસ વિભાગ દ્વારા માત્ર 7 જ દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. આ તટસ્થ તપાસ પ્રક્રિયાને તીવ્ર ગતિ પ્રદાન કરી છે. આ પ્રકારના જઘન્ય કૃત્યના સંકીર્ણ માનસિકતા વાળા આરોપીઓને ત્વરિતપણે કડકમાં કડક સજા અપાવીને એક દાખલો બેસાડવા રાજ્ય સરકાર તેમજ ગુજરાત પોલીસ દ્રઢ કટિબદ્ધ છે.
[ad_2]
Source link






