સાબરકાંઠામાં કોરોનાના છ કેસ પ્રાંતિજના તખતગઢના વૃધ્ધાનું મોત

On: February 23, 2022 2:39 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 22

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેેસોની
સંખ્યામાં વધઘટ થવાની સાથે મંગળવારે ચાર કેસોનો વધારો થઈ નવા છ દર્દીઓનો કોરોના રિપોર્ટ
પોઝિટિવ આવતા હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવી રહ્યા છે.

જયારે જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના એક વૃધ્ધાનુ
કોરોનાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હિંમતનગર પંથકમાં ત્રણ
, ઈડરમાં
બે અને પ્રાંતિજના એક દર્દી કોરોનાથી સંક્રમીત બન્યા છે. જિલ્લામાં એક વૃધ્ધાનુ
મોત થતા કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોતનો આંક ૧૬૦ પર પહોંચ્યો છે.

હિંમતનગર ગ્રામ્ય વિસ્તારના બે અને શહેરનો એક મળી કુલ ૩, ઈડરના
ચિત્રોડા અને જુમસરના એક મહિલા અને એક પુરૂષ
, પ્રાંતિજના
શાંતીપુરા વદરાડની એક મહિલા દર્દી મળી જીલ્લાના કુલ ૬ પૈકી ત્રણ પુરૂષ અને ત્રણ
મહિલા જેમાંથી એક શહેર અને પાંચ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓનો સમાવેશ થાય છે.

જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના  ૬૯ વર્ષીય એક વૃધ્ધાનુ ગાંધીનગરની હોસ્પિટલમાં
કોરોનાને કારણે સારવાર દરમ્યાન મોત નિપજતા અત્યાર સુધીમાં જિલ્લામાં ૧૬૦ દર્દીઓના
કોરોનાને કારણે મોત નિપજ્યા છે.

અત્યાર સુધીના જિલ્લામાં ૯૪૮૬ દર્દીઓ કોરોના સંક્રમિત બનતા
જે પૈકી ૯૨૯૬ દર્દીઓ સારવાર મેળવી સાજા થઈ ડિસ્ચાર્જ થતા જીલ્લામાં એકિટવ કેસોની
સંખ્યા ૩૦ પર રહેવા પામી છે. જેમાં જિલ્લાના હિંમતનગરમાં ૧૮ પૈકી ૧૫ ગ્રામ્ય અને ૩
શહેર
, પ્રાંતિજ ૩ ગ્રામ્ય, ઈડર ૫ ગ્રામ્ય અને
૧ શહેરી
, ખેડબ્રહ્મા ૨ શહેર અને ૧ ગ્રામ્ય મળી જિલ્લામાં ૨૪
ગ્રામ્ય અને ૬ શહેર વિસ્તારના મળી કુલ ૩૦ કોરોના સંક્રમીત દર્દીઓનો સમાવેશ થાય છે
જયારે તલોદ
, વડાલી, પોશીના, વિજયનગર સહિતના ૪ તાલુકાઓ કોરોના મુકત બનવા પામ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!