ફાયર વિભાગની સમયસુચકતા કામ આવી, ભેખડ ધસી પડવાની ઘટનાને પગલે ૫૦૦ લોકો છતે ઘરે ઘર છોડવા મજબુર

On: February 23, 2022 1:25 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,મંગળવાર,22 ફેબ્રુ,2022

સોમવારે મોડી રાતના સુમારે વૈષ્ણોદેવી સર્કલ પાસે ૧૪ માળના બની
રહેલા બિલ્ડિંગની કામગીરી સમયે દાખવવામાં આવેલી બેદરકારીના કારણે ભેખડ ધસી પડવાની ઘટના
બનતા આ ઘટનાને પગલે જાસ્મિન ગ્રીનના ૫૦૦ લોકો છતે ઘરે ઘર છોડવા મજબુર બન્યા છે.ઘટના
સ્થળે પહોંચેલા અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓએ આ તમામ લોકાની સલામતી જોખમાશે એમ લાગતા
સ્થળ છોડી જવા અપીલ કરવામાં આવી હતી.

સોમવારે રાતે ૧૧ના સુમારે વૈષ્ણોદેવી સર્કલ પાસે સારંગ સ્કાય
નામના બેઝમેન્ટ સહિત ૧૪ માળના બની રહેલા બિલ્ડિંગની કામગીરી સમયે પ્રોટેકશન વોલ બનાવ્યા
સિવાય કામગીરી કરવામાં આવતા ભેખડ ધસી પડતા પાંચ ગાડી દટાઈ ગઈ હતી.અમદાવાદ ફાયર વિભાગના  ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર સહિતના વિભાગના ઉચ્ચ અધિકારીઓ
ઘટના સ્થળે દોડી ગયા હતા.દરમ્યાન બનેલી ઘટનાને પગલે જાસ્મિન ગ્રીનના રહીશોની સલામતી
જોખમાય એમ હોવાનું જણાતા એ
,બી અને સી
બ્લોક એમ કુલ મળીને ત્રણ બ્લોકના ૫૦૦ રહીશોને કામગીરી પુરી ના થાય ત્યાં સુધી સ્થળ
છોડી જવા અપીલ કરાઈ હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!