સોળ વર્ષ સુધી કામદાર ગેરહાજર રહ્યો,હવે નોકરી પર હાજર કરવા માટે અરજી કરી

On: February 17, 2022 1:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,બુધવાર,16 ફેબ્રુ,2022

સ્માર્ટસીટી અને ટ્રાન્સપરન્ટ વહીવટી તંત્રની અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનના વહીવટી તંત્ર અને સત્તાધીશો તરફથી ગુલબાંગ હાંકવામાં આવી રહી છે.આજ તંત્રમાં
મોટર મજુર તરીકે ફરજ બજાવતો કામદાર ૫૯૫૦ દિવસ એટલે કે સોળ વર્ષ સુધી મનસ્વી રીતે ગેરહાજર
રહેતા એને નોકરીમાંથી રીમુવ કરવામાં આવ્યો છે.આ કામદારે તેને નોકરીમાં હાજર કરવા ૨૩
ફેબુ્આરીએ મળનારી મ્યુનિ.ની અપીલ સબ કમિટી સમક્ષ અરજી કરી છે.

પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ઓઢવ વોર્ડમાં કાયમી
મોટર મજુર તરીકે ફરજ બજાવતા લાલાભાઈ.ખેમાભાઈ. ૧ જુલાઈ-૨૦૦૪થી ૧૪ ઓકટોબર-૨૦૨૦ સુધી
એટલેકે ૫૯૫૦ દિવસ સુધી અગાઉથી રજા મંજુર કરાવ્યા સિવાય કે ખાતામાં જાણ કર્યા સિવાય
ગેરહાજર રહેતા તેમની સામે કરવામાં આવેલા આક્ષેપો અંગે ખાતાકીય તપાસ કરાતા ખાતાકીય
તપાસના અંતે આક્ષેપ સાબિત થતાં ૧૦ જુન-૨૦૨૧થી તેમને નોકરીમાંથી રીમુવ કરવામાં
આવ્યા છે.આ કામદારે તેમને નોકરીમાં પરત લેવા અપીલ સબ કમિટી સમક્ષ અરજી કરી છે.આ પ્રમાણે
અન્ય એક કીસ્સામાં બહેરામપુરા વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ
વિભાગનો જુનો વે-બ્રીજ આવેલો છે.આ વે બ્રીજ ખાતે મોટર મજુર તરીકે ફરજ બજાવતા
કિશોરભાઈ.બાબુભાઈ.પરમાર ૪ નવેમ્બર-૨૦૧૧થી ૧ ડીસેમ્બર-૨૦૧૯ એટલે કે કુલ ૨૬૪૭ દિવસ
સુધી અગાઉથી રજા મંજુર કરાવ્યા વગર કે ખાતામાં જાણ કર્યા સિવાય મનસ્વીરીતે ગેરહાજર
રહ્યો હતો.ખાતા તરફથી તેને આપવામાં આવેલી જાવકનો પણ તે સંતોષજનક ખુલાસો કરી શકયો
નહોતો.ફરીથી ફરજ ઉપર હાજર ના થતા તેને ૧૧ મે-૨૦૨૧થી આક્ષેપો ખાતાકીય તપાસમાં સાબિત
થતા નોકરીમાંથી રીમુવ કરવામાં આવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!