લાલપુરની પરણિતાને લોધીકમાં રહેતા સાસરિયાઓનો ત્રાસ: લાલપુર પોલીસે શ્વસુર પક્ષના સભ્યો સામે ગુનો નોંધ્યો

On: February 15, 2022 3:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર : જામનગર જિલ્લાના લાલપુર ની એક પરણિતાને રાજકોટના લોધિકામાં રહેતા તેના સાસરિયાઓએ મારકૂટ કરી ત્રાસ ગુજારી હાંકી કાઢી હતી. જેથી લાલપુર પોલીસ મથકમાં પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવતાં જે મામલે લાલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુરના શિવનગરમાં રહેતી પ્રભાબેન મહેશભાઈ વાળગિયા નામની ૨૮ વર્ષની પરણીત યુવતીએ લાલપુર પોલીસ મથકમાં પોતાના સાસરિયાઓ મહેશ વસરામભાઈ વાળગિયા, વશરામભાઈ દાનાભાઈ વાળગીયા, દેવશીભાઈ વશરામભાઈ વાળગીયા અને ડાઇબેન વશરામભાઈ વાળવીયા સામે પોતાને મારકૂટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢવાની ફરિયાદ નોંધાવી છે.

પ્રભાબેનને તેણીના શ્વસુર પક્ષના સભ્યોએ છેલ્લા એકાદ વર્ષથી મારકુટ કરી ત્રાસ ગુજારી હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું, અને ગાળો ભાંડીને ઘરમાંથી હાંકી કાઢી હતી. જેથી તેણીએ લાલપુર પોલીસ મથકમાં આવીને ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને લાલપુર પોલીસે શ્વસુર પક્ષના સભ્યો સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!