સાબરકાંઠામાં કોરોના સંક્રમણમાં ઘટાડો : નવા 18 પોઝિટિવ કેસ

On: February 15, 2022 12:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 14

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેેસોમાં
ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે જિલ્લામાં ૧૮ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા
છે. સૌથી વધુ હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ કેસ નોંધાયા છે. જયારે શહેરમાં માત્ર
બે દર્દીઓ કોરોના સંક્રમીત થતા હોમ આઈસોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે.જિલ્લામાં ૧૮
કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી માત્ર બે દર્દીઓને અમદાવાદ તેમજ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં
સારવાર માટે દાખલ કરાયા છે.

હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કેસ અને શહેરમાં બે દર્દીઓના
કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા પંથકમાં સાત વ્યકિતઓ કોરોના સંક્રમિત બન્યા છે. જયારે
વડાલી શહેરમાં ૧ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩ મળી કુલ ૪ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ
આવ્યા છે. તલોદના ગ્રામ્ય વિસ્તારમાં પણ ત્રણ વ્યકિતઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા
છે તેવી જ રીતે ઈડર
, પ્રાંતિજ, ખેડબ્રહ્મા અને વિજયનગરના
ગ્રામ્ય વિસ્તારોમાં એક-એક મળી કુલ ચાર દર્દીઓ કોરોના સંક્રમીત બન્યા છે. જેમાં વડાલી
શહેરના યુવક અને વિજયનગર તાલુકાના કણાદર ગામના એક વૃધ્ધાને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં
તેમજ વડાલીના ગાયત્રીનગર વિસ્તારના એક યુવકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે
ખસેડાયા છે.   જયારે જિલ્લાના કોરોના સંક્રમિત
થયેલા ૧૬ દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. સાબરકાંઠામાં હવે પાઝિટિવ
કેસોની સંખ્યામાં ઘટાડો થતા એકિટવ કેસોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં જિલ્લામાં
કુલ ૧૬૫ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ ૯૪૩૨ દર્દીઓ પૈકી
૯૧૦૮ દર્દીઓએ સારવાર મેળવી ડિસ્ચાર્જ થયા છે. જયારે અત્યાર સુધીમાં કોરોનાને કારણે
૧૫૯ વ્યકિતઓએ પોતાના જીવ ગુમાવવા પડયા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!