અમદાવાદમાં કોરોનાના નવા ૭૦૦ કેસ,ચાર સંક્રમિત દર્દીનાં મોત થયા

On: February 11, 2022 4:07 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,ગુરુવાર,10 ફેબ્રુ,2022

અમદાવાદમાં ગુરુવારે કોરોનાના દૈનિક કેસ ૨૬૫ સુધી ઘટવા
પામતા નવા  કેસ ૭૦૦ નોંધાયા હતા.ચાર
સંક્રમિત દર્દીના મોત થયા હતા.એસ.વી.પી. હોસ્પિટલમાં દર્દીની સંખ્યા ઘટીને ૫૩ થવા
પામી હતી.ગુરુવારે શહેરમાં નવો એક પણ એરિયા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં
આવ્યો નથી.કોરોના રસીના સો ટકા ટારગેટ સુધી પહોંચવા મ્યુનિસિપલ કમિશનરે શહેરના
વિવિધ વેપારી એસોશિએસનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી.

ગુરુવારે શહેરમાં ૩૧૧૯ કોરોનાના દર્દી સાજા થતા ડિસ્ચાર્જ
આપવામાં આવ્યો હતો.શહેરમાં  નવ સ્થળમાંથી
પાંચ સ્થળ નિયંત્રણમુકત કરાતા હવે માત્ર ચાર સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ
છે.શહેરના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી ૨૬૯૬ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ
, ૧૧૮૮૨ લોકોને
રસીનો બીજો ડોઝ આપવા ઉપરાંત ૩૨૪૮ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.૧૫થી ૧૮
વયના ૭૪૧ બાળકોને પહેલો ડોઝ અને ૫૫૪૦ ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

શહેરમાં કોરોના વેકિસનેશનના ટારગેટને સિધ્ધ કરવા મ્યુનિસિપલ
કમિશનર લોચન સેહરાએ ગુરુવારે શહેરના વિવિધ વેપારી એસોશિએશન ઉપરાંત જીઆઈડીસીના
હોદ્દેદારો સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે બેઠક કરી હતી.આ બેઠકમાં મ્યુનિ.તરફથી
હોદ્દેદારોને ઝડપથી સો ટકા રસીકરણનુ લક્ષ્ય સિધ્ધ થાય એ માટે તેલના પાઉચ કે પછી
એમને જે યોગ્ય લાગે એ ચીજના વિતરણ થકી રસીકરણ અભિયાનમાં સહકાર આપવા અંગે અપીલ
કરવામાં આવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!