[ad_1]

રાજ્યના શિક્ષણ વિભાગની સૂચના મુજબ ૩૦ દિવસ પછી સોમવારથી ધો.૧
થી ૯ નું ઓફલાઈન શિક્ષણ શરુ થયું. પ્રથમ દિવસે શાળાઓમાં સરેરાશ ર૦ ટકા બાળકોની હાજરી
જોવા મળી. બાળકોને શાળામાં જતાં શિક્ષકો ઉત્સાહીત જણાયા. અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ
મેળવતા સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની
ર૭૦૮ પ્રાથમિક શાળાઓના ૩,પ૦,૦પપ બાળકોને ઓફલાઈન
શિક્ષણ આપવાની શરુઆત થઈ પરંતુ મોટાભાગની શાળાઓમાં સેનેટાઈઝ સહિતની સુવિધાઓનું ઉલાળીયું
જોવા મળ્યું.
કોરોનાના કેસ વધતાં સરકાર દ્વારા ધો.૧ થી ૯ ની શાળાઓમાં ૮ જાન્યુઆરીથી
ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું. સરકાર દ્વારા ૩૧ જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ
રાખવા માટેનો નિર્ણય લેવાયો હતો અને સરકારે પછીથી મુદત વધારી હતી જેમાં પ ફેબુ્રઆરી
સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહ્યા પછી હવે કોરોનાની ત્રીજી લહેર ઓછી થતાં ફરીથી ઓફલાઈન
શિક્ષણ શરુ થયું છે. સાબરકાંઠા,
અરવલ્લી જિલ્લાની સરકારી અને ખાનગી મળી કુલ-ર૭૦૮ શાળાઓમાં સરકારના આદેશ પછી પુન
ઓફલાઈન વર્ગો શરુ કરવામાં આવ્યા પરંતુ ૩૦ દિવસ પછી શાળાઓમાં શિક્ષણ કાર્ય શરુ થયું
હોવાથી પ્રથમ દિવસે મોટાભાગના વિસ્તારોમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી જોવા મળી. આગામી
દિવસમાં દ્વિતીય કસોટીનો પ્રારંભ થવાનો હોવાથી શાળાઓ દ્વારા ઓનલાઈન પરીક્ષાની અગાઉથી
તૈયારી કરવામાં આવ્યા પછી હવે વર્ગખંડોમાં ઓફલાઈન શિક્ષણ શરુ થતાં શિક્ષકો પણ અવઢવમાં
મૂકાયા છે.
મોટાભાગની શાળાઓમાં સરકારે ગાઈડલાઈન જાહેર કર્યા પછી સેનેટાઈઝર
સહિતની વ્યવસ્થા ગોઠવી ન હોવાથી કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની દહેશત
પણ વાલીઓને હજુ સતાવી રહી છે.
[ad_2]
Source link






