ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી મૃત્યુમાં ૫૬%નો રાહતજનક ઘટાડો

On: February 6, 2022 9:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, રવિવાર

ગુજરાતમાં કોરોનાના
કેસની સાથે હવે મૃત્યુઆંકમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૮૯૭
કેસ નોંધાયા છે જ્યારે ૧૯ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. આમ, શનિવારની સરખામણીએ
કોરોનાથી મૃત્યુઆંકમાં ૫૬%નો ઘટાડો નોંધાયો છે. ૧૫ દિવસ બાદ રાજ્યમાં કોરોનાથી નોંધાયેલો
આ સૌથી ઓછો મરણાંક છે. આ ઉપરાંત ૧૦ દિવસમાં પ્રથમવાર કોરોનાથી મૃત્યુઆંક ૩૦થી નીચે
આવ્યો છે. 

છેલ્લા ૨૪ કલાક
દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ ૭, વડોદરામાંથી પાંચ, સુરતમાંથી ૩, રાજકોટ-ભાવનગરમાંથી
૨-૨ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે
૧૦૬૬૭ છે. આ પૈકી ૨૯૨ વ્યક્તિએ છેલ્લા ૧૦ દિવસમાં જ કોરોના સામે જીવ ગુમાવ્યો છે. છેલ્લા
૨૪ કલાક દરમિયાન અમદાવાદ એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં કોરોનાના ૧ હજારથી વધુ નવા કેસ
સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં ૧૨૬૩-ગ્રામ્યમાં ૨૫ સાથે ૧૨૮૮ નવા કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં શુક્રવારે કોરોનાના ૨૦૨૫ કેસ સામે આવ્યા હતા. આમ, બે દિવસમાં જ દૈનિક કેસમાં
૬૦%નો ઘટાડો નોંધાયો છે.

રાજ્યમાંથી અન્યત્ર
વડોદરા શહેરમાં ૭૭૭-ગ્રામ્યમાં ૨૦૩ સાથે ૯૮૦, સુરત શહેરમાં ૧૪૭-ગ્રામ્યમાં ૧૩૭ સાથે
૨૮૪, મહેસાણામાં ૧૮૬, ગાંધીનગર શહેરમાં ૧૧૩-ગ્રામ્યમાં ૫૪ સાથે ૧૬૭, રાજકોટ શહેરમાં
૯૯-ગ્રામ્યમાં ૬૭ સાથે ૧૬૬, બનાસકાંઠામાં ૧૩૯, કચ્છમાં ૧૩૧, ખેડામાં ૮૦, આણંદમાં ૫૯,
સાબરકાંઠામાં ૫૨, , ભરૃચમાં ૪૭, ભાવનગર શહેરમાં ૩૬-ગ્રામ્યમાં ૨ સાથે ૩૮, પાટણમાં ૩૩,
તાપીમાં ૩૧, મોરબીમાં ૨૬, જામનગર શહેરમાં ૧૮-ગ્રામ્યમાં ૮ સાથે ૨૬, નવસારીમાં ૨૩, વલસાડમાં
૧૭, અમરેલીમાં ૧૬, દાહોદ-ગીર સોમનાથમાં ૧૫, દેવભૂમિ દ્વારકા-પંચમહાલમાં ૧૩, અરવલ્લી-ડાંગમાં
૧૨, જુનાગઢ શહેરમાં ૨-ગ્રામ્યમાં ૬ સાથે ૮, નર્મદા-સુરેન્દ્રનગરમાં ૬, મહીસાગરમાં ૪,
છોટા ઉદેપુર-પોરબંદરમાં ૨ નવા કેસ નોંધાયા હતા. બોટાદમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો
એકપણ નવો કેસ નોંધાયો નથી.

આ સાથે જ રાજ્યમાં
કોરોનાના કુલ કેસનો આંક હવે ૧૨ લાખને પાર થઇ ગયો છે. અત્યારસુધી કુલ ૧૨,૦૦,૨૪૧ વ્યક્તિ
કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૦૨૭૩ વ્યક્તિ કોરોનાથી સાજા થયા
છે. અત્યારસુધી કુલ ૧૧,૪૪,૯૫૬ વ્યક્તિ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર
૯૫.૩૯% છે.

રાજ્યમાં હાલ
૪૪૬૧૮ એક્ટિવ કેસ છે અને ૨૨૫ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ અગાઉ રાજ્યમાં
૯૧૩૨૦ એક્ટિવ કેસ હતા.

 

 

ગુજરાતમાં કોરોનાના
કુલ કેસ ૧૨ લાખને પાર

તારીખ             કેસ    

૩ સપ્ટે ૨૦૨૦   ૧ લાખ

૨૪ નવે. ૨૦૨૦  ૨ લાખ

૨૮ માર્ચ ૨૦૨૧   ૩ લાખ

૧૮ એપ્રિલ ૨૦૨૧ ૪ લાખ

૨૬ એપ્રિલ ૨૦૨૧ ૫ લાખ

૩ મે ૨૦૨૧        ૬ લાખ

૧૧ મે ૨૦૨૧      ૭ લાખ

૨૭ મે ૨૦૨૧      ૮ લાખ

૧૪ જાન્યુ. ૨૦૨૨  ૯ લાખ

૨૦ જાન્યુ. ૨૦૨૨   ૧૦ લાખ

૨૬ જાન્યુ. ૨૦૨૨   ૧૧ લાખ

૬ ફેબુ્ર. ૨૦૨૨      ૧૨ લાખ

 

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!