પુનાદરાના આશ્રમ પાસે બાઇક પર જીવંત વીજ વાયર પડતા છ વર્ષના બાળકનું મોત

On: January 23, 2022 3:39 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પ્રાંતિજ,તા. 22

પ્રાંતિજના મજરા-તલોદ રોડ પુનાદરા નકળંગ આશ્રમ પાસે બાઇક
ઉપર જઇ રહેલ દહેગામના મામાપરના પરિવાર ને અકસ્માત નડયો જીવન વિજવાયર પડતા છ વર્ષ
ના બાળક નુ મોત નિપજયુ હતું.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના મામાપરના ગામે રહેતો
પરિવારમાં દંપતી અને તેના બે બાળકો સાથે બાઇક ઉપર પ્રાંતિજ તાલુકાના પુનાદરા ખાતે
લગ્ન પ્રસંગમાં  પોતાના બાઇક ઉપર આવતા હતા
તે દરમિયાન મજરા-તલોદ રોડ પુનાદરા નકળંગ આશ્રમ પાસે પહોંચ્યા રોડ ઉપરથી પ્રસાર થઈ
રહેલ ૧૧ કેજી જ્યોતિ ગ્રામનો વિજ વાયર તૂટી પડતા બાઇક ઉપર જઇ રહેલા પરિવાર ઉપર
પડયો હતો જેમા બાઇક આગળ બેઠેલા છ વર્ષના રૂદ્રના માથાના ભાગે તથા છાતીના ભાગે વિજ
વાયર પડયો હતો વિજ વાયર પડતા બાઇક ફંગોળાઇ જતા બાઈક ઉપર જઇ રહેલા પરિવારના ચારેય
સભ્યો રોડ ઉપર પડી ગયા હતા. સામેથી આવી રહેલી ટ્રબોનુ ટાયર બાઇક ઉપર ફરી
વળ્યુ  હતું.  વિજ વાયરને લઈને વીજ કરંટ લાગતા આગળ બેઠેલા રૂદ્રનંુ
ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું  તેના પિતા ભાઇલાલ
બાબુલાલ ઠાકોર
, તેની માતા કાજલબેન ભાઇલાલ ઠાકોર તથા તેના ભાઇને સામાન્ય ઈજા
થઇ હતી.અકસ્માત બાદ તાત્કાલિક ઇકોકારમાં રૂદ્ર સહિત તેના માતા-પિતા ભાઇને તલોદ
સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા પણ તબીબી દ્રારા રૂદ્રને મૃત જાહેર
કર્યો હતો.

વિજકંપનીની બેદરકારીથી વિજવાયર  તૂટવાને લઈને પરિવારે પુત્ર ગુમાવ્યો છે તો
પ્રાંતિજ પોલીસને અકસ્માત અંગેની જાણ થતાં તાત્કાલીક પ્રાંતિજ બીટ જમાદાર માનસિંહ
તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભાઇલાલ ભાઇ બાબુલાલ ઠાકોરની ફરિયાદને
લઈ આગળની કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!