[ad_1]

વડોદરા, તા. 22 જાન્યુઆરી 2022 શનિવાર
લગ્નના પાંચ મહિના બાદ સાસરીયાઓના શારિરીક અને માનસિક ત્રાસથી તેમજ અવારનવાર મેલી વિદ્યા થી કંટાળી પરિણીતાએ પતિ સહિત સાસરી પક્ષનાં ત્રણ સભ્યો વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર બદલ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા બરાનપુરા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ જુલાઈ 2021 દરમ્યાન વૈભવ સુરેશભાઈ શાહ ( રહે- મધુ કુંજ સોસાયટી ,વાડી) સાથે થયા હતા. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે લગ્ન બાદ સાસુ લગ્ન બાદ મને પતિથી અલગ સુવા દબાણ કરતી હતી. પતિ દિયર અને સાસુ અવારનવાર મને મેલીવિદ્યા હેતુ મંદિરે લઈ જતા હતા. દિયર મારા માતા-પિતાને અકસ્માતમાં જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
દરમિયાન બીજી જાન્યુઆરીના રોજ સાસરિયાઓએ ભેગા મળી મને અસહ્ય ઢોર માર માર્યો હતો . આરોપીઓની વિદેશ જવા માટેની ટિકિટ કન્ફર્મ છે. જેથી વહેલી તકે તેમનો પાસપોર્ટ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ઉપરોક્ત ફરિયાદના આધારે મહિલા પોલીસે પતિ સાસુ અને દિયર વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર દહેજ પ્રથા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા
[ad_2]
Source link






