[ad_1]
મહેસાણા,
પાલનપુર, પાટણ, તા.21
મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમિત
કેસોની સંખ્યામાં વધઘટ થતી રહેવા સાથે આજે શુક્રવારે કોરોનાના ૭૧૦ પોઝિટિવ કેસ
નોંધાવા પામ્યા હતા. જેમાં મહેસાણામાં ૩૧૪ તથા બનાસકાંઠામાં ૧૭૯ અને પાટણમાં ૨૧૭
કોરોના દર્દીઓનો સમાવેશ થાય છે. એક તરફ સરકાર કોરોના કેસ ઘટાડવાના પ્રયાસો હાથ ધરી
રહી છે. બીજી તરફ રાજકીય મેળાવડાની સાથે લોકોની લાપરવાહી પણ કોરોના સંક્રમણને
આમંત્રણ આપી રહી છે. મહેસાણા જિલ્લામાં આજે ૪૮૪૫ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૩૧૪
વ્યક્તિઓ કોરોનાની ઝપટે ચડી ગયા હતા. હાલમાં મહેસાણામાં ૧૫૩૫ તથા પાટણમાં ૯૬૮ અને
બનાસકાંઠામાં ૯૦૯ મળી કુલ ૩૪૧૨ એક્ટીવ કેસ નોંધાયા છે.
મહેસાણા જિલ્લામાં અત્યારસુધીમાં ૩૮૫૪૨૩ સેમ્પલ લેવાયા છે.
તેમાંથી ૩૮૦૦૫૧ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. આજે શુક્રવારે ૫૧૬૬ સેમ્પલનું રીઝલ્ટ
આવ્યું હતુ. જેમાંથી ૪૯૮૪ નેગેટીવ રિપોર્ટ અને ૧૮૨ સેમ્પલનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો
હતો. આજે લેવાયેલા કુલ ૭૭૭ રેપિડ એન્ટિજન ટેસ્ટમાંથી ૧૪ પોઝિટિવ તેમજ અન્ય
લેબોરેટરીમાં ૧૧૮ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા હતા. આજે ૪૮૪૫ સેમ્પલ લેવામાં આવ્યા
હતા. જે પૈકીના ૩૧૪ વ્યક્તિ કોરોના સંક્રમિત જાહેર થયા હતા. જેમને હોમઆઈસોલેશન
કરવા સહિતની સારવાર હાથ ધરવામાં આવી હતી. હાલમાં પેન્ડિંગ રીઝલ્ટ ૮૫૮૯ સેમ્પલ તથા
જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો ૧૫૩૫ને આંબી જવા પામ્યો છે. શહેરી વિસ્તારમાં ૧૭૫
અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૩૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, આજે જિલ્લામાં
કોરોનાની સારવારથી સ્વસ્થ થઈ જતા ૧૦૨
દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજે જિલ્લાના ૨૦ ટેસ્ટીંગ સેન્ટર પર
આરટીપીસીઆરના ૨૨૦ અને એન્ટિજનના ૩૯ ટેસ્ટ લેવાયા હતા. જ્યારે અત્યારસુધીમાં
આરટીપીસીઆર ૮૬૩૩ અને એન્ટિજન ટેસ્ટ ૫૯૯ લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે, આજે ૧૮ થી વધુ
વયના ૨૪૦૭ વ્યક્તિને બન્ને ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે કોરોના વોરિયર્સ, હેલ્થવર્કર તથા
૬૦ થી વધુ વયના ૨૩૯૭ લોકોને બુસ્ટર ડોઝ અને ૧૫ થી ૧૮ વયજૂથના ૧૨૧૨ વ્યક્તિને પ્રથમ
ડોઝ આપવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ૧૭૯ નોંધાયા છે.
આજે આરટીપીસીઆરના ૨૪૩૮ ટેસ્ટ લેવાયા હતા. જ્યારે એન્ટિજન ટેસ્ટ ૧૨૯૩ લેવામાં
આવ્યાં હતા. આજે ૩૭૩૧ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. આજે કોરોના સંક્રમણના ૭૪ દર્દી સાજા થઈ જતાં રજા
આપવામાં આવી હતી. અત્યારસુધીમાં કોરોના એક્ટિવ કેસ ૯૦૯ નોંધાયા છે.
પાટણ જિલ્લામાં આજે શુક્રવારે કોરોના સંક્રમણથી પ્રભાવિત
૨૧૭ પોઝિટિવ દર્દીને હોમ આઈસોલેશન સહિતની સારવાર તળે રાખવામાં આવ્યાં હતા. કોરોનાની ત્રીજી લહેરમાં જિલ્લામાં ૯૧૨ દર્દી
કોરોના સંક્રમિત થયા હતા. આજે લેવામાં આવેલાં ૨૩૨૩ સેમ્પલનું રીઝલ્ટ પેન્ડિંગ
રહ્યું છે. હાલમાં ૭૩૧ દર્દી હોમ આઈસોલેશનમાં તથા ત્રણ દર્દીને હોસ્પિટલમાં સારવાર
પુરી પાડવામાં આવી રહી છે. જ્યારે ૨૩૪ દર્દીએ કોરોના માત આપતાં તમામને ડીસ્ચાર્જ
કરવામાં આવ્યાં હતા.
ભિલડી પંથકમાં 15 પોઝીટીવ કેસ
બનાસકાંઠાના ગામડાઓ પણ
કોરોનાથી બાકાત રહ્યા નથી .ભીલડી પંથકમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધી
રહ્યા છે.જેમાંપોલીસ કર્મી પણ ભોગ બન્યા છે. શુક્રવારના રોજ ૧૫ કોરોના કેસ સામે
આવતાં ભિલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એન્ટીઝન રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.
આજે જુની ભિલડીમાં -૦૧,ડીસા-૦૧,મુડેઠા-૦૩,નવી
ભિલડી-૦૬ મળી કુલ ૧૫ પોઝીટીવ કેસ મળી
આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.
ધાનેરા તાલુકામાં કોરોના કેસ ડબલ થયા
ધાનેરા તાલુકામાં પ્રથમ કેસ ૧૧ મી જાન્યુઆરીના રોજ
સામે આવ્યો હતો. જેમાં દિન-પ્રતદિન
કેસોમાં વધારો થતાં આજે ૨૫ કેસ એકટિવ છે. ધાનેરા તાલુકામાં તમામ પોઝીટીવ દર્દીઓને
માત્ર શરદી,ખાંસીના
લક્ષણો દેખાઇ રહ્યા છે. આરોગ્ય તંત્રના કર્મચારીઓ તથા નાસ્તાની દુકાન,હોટલ,રેસ્ટોરન્ટમાં
કામ કરતા શ્રમિકોને રસીના ડોઝ આપવામાં આવી
રહ્યા છે.
[ad_2]
Source link






