કોરોનાના કેસોમાં આંશિક વધઘટ વચ્ચે નોંધાયા ૨૪૬ કેસ

On: January 22, 2022 2:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,શુક્રવાર

કચ્છ જિલ્લામાં ગુરૃવારે એક જ દિવસમાં ૩૪૬ કોરોનાના કેસોથી ફફડાટ મચી ગયો હતો તેવામાં આજે પણ કેસો વાધે તેવી દહેશત હતી પરંતુ કોરોનાના કેસોના આંકડાઓ નાટકીય રીતે વાધ ઘટ થતા હોય તેમ આજે શુક્રવારે ઘટાડા સાથે ૨૦૬ નોંધાયા હતા. ભુજ શહેરમાં આજે ૪૮, ગાંધીધામ શહેરમાં ૬૫ કેસો નોંધાયા હતા.

આજે નોંધાયેલા કેસોમાં અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ૧, અંજાર શહેરમાં ૬, ગ્રામિણમાં ૫,ભચાઉ શહેર-ગ્રામિણમાં ૩-૩, ભુજ શહેરમાં ૪૮, ગ્રામિણમાં ૩૪, ગાંધીધામ શહેરમાં ૬૫, ગ્રામિણમાં ૪, માંડવી શહેરમાં ૭, ગ્રામિણમાં ૬, મુંદરા શહેરમાં ૮, ગ્રામિણમાં ૫, નખત્રાણા તાલુકામાં ૧૧ એમ શહેરી વિસ્તારોમાં ૧૩૭ અને ગ્રામિણમાં ૬૯ મળી આજે ૨૦૬ કેસો નોંધાયા હતા. એકટીવ પોઝીટીવ કેસોનો આંક ૧૨૨૩ પહોંચી ગયો છે. આજે ૮૭ દર્દીઓ સાજા થયા હતા. જયારે ઓમિક્રોનના એક પણ કેસ ન નોંધાતા રાહત અનુભવાઈ હતી.

કેટલાક દિવસોથી કોરોનાના કેસો વાધી રહયા હોવાથી એકટીવ કેસોનો આંક દિનપ્રતિદીન વાધી રહ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!