શામળાજીમાં પૂનમે ભક્તોએ ભગવાનને બદલે બંધ દરવાજાના દર્શન કરવા પડયા

On: January 18, 2022 12:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા. 17

અરવલ્લી જિલ્લામાં નવા વર્ષના પ્રારંભે જ કોરોનાએ બે અઠવાડીયામાં
સદીનો આંક વટાવ્યો હતો.વધતા જતાં સંક્રમણને પગલે તંત્ર દ્વારા નવીન ગાઈડ લાઈન ની અમલવારી
કરાઈ હતી.ત્યારે શામળાજી ખાતેના શ્રી ગડાધર વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂનમના પર્વે
મંદિર બંધ રાખી સંક્રમણના સંકટની ચેન તોડવા કરાયેલ નિર્ણય હેઠળ પોષી પૂનમે એક દિવસ
માટે મંદિરના દ્વાર બંધ કરાયા હતા.જોકે મંદિર બંધ રખાતા કેટલીક ભક્તોને માત્ર મંદિરના
દ્વાર કે ધજાના દર્શન કરી પરત ફરવાનો વારો આવ્યો હતો.જોકે બંધ મંદિરે પણ ભગવાન શામળીયાજીના
પૂજા-અર્ચના રાબેતા મુજબ પૂજારી સહિતના ભક્તો દ્વારા હાથ ધરાઈ હતી.

વિશ્વભરમાં છેલ્લા બે વર્ષથી પામર વિષાણુ કોરોના વાયરસનું સંક્રમણ
સૌને સતાવી રહયું છે. વર્ષ ૨૦૨૦માં આ સંક્રમણની પહેલી લહેર અને વર્ષ ૨૦૨૧માં બીજી લહેર
બાદ હવે ત્રીજા વર્ષે ૨૦૨૨માં ત્રીજી લહેરનો પ્રકોપ વિશ્વમાં વર્તાઈ રહયો છે. અને આ
મહામારીથી સૌ કોઈ ત્રસ્ત બન્યા છે. ત્યારે નવો વેરીએન્ટ ઓમિક્રોનના આંતકને નાથવા ભારે
પ્રયાશો પણ નિષ્ફળ નીવડી રહયા છે.અરવલ્લી જિલ્લામાં છ માસ સાવ સુષુપ્ત અવસ્થામાં રહેલ
કોરોના વાયરસ નવા વર્ષના પ્રારંભથી જ વકર્યો છે.માત્ર ૧૫ દિવસમાં ૧૦૦ના અંકે પહોંચેલ
પોજીટીવ કેસોને લઈ સફાળા જાગેલા તંત્રએ કોવીડ-૧૯ ગાઈડ લાઈનના જાહેરનામા અમલી બનાવ્યન
છે.ત્યારે પોષ મહિનાની મહિમાવંતી પોષી પૂનમે જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે દર્શનાર્થીઓની
ભીડ એકત્રીત ન થાય એ સંક્રમણની સાંકળ તૂટે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પૂનમના દિવસે જ
મંદિરના દ્વાર બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.સોમવારના રોજ પોષી પૂનમે શામળાજી મંદિરના
દ્વાર બંધ રખાતા પૂનમીયા ભક્તોએ બંધ દરવાજે મંદિરની ધજાના દર્શન કરી કાળીયા ઠાકોર પ્રત્યેની
પોતાની અસીમ શ્રધ્ધા વ્યક્ત કરી હતી. મંદિર બંધ છતાં ભક્તોની ભારે ભીડ મંદિરના પટાંગણથી
માંડી શામળાજીના બજારોમાં જોવા મળી હતી. જોકે મંદિરમાં બીરાજેલા શ્રી ગડાધર ભગવાન શ્રી
વિષ્ણુજીની વિશેષ પૂજા-અર્ચના રાબેતા મુજબ મંદિરના પૂજારી દ્વારા હાથ ધરાઈ હતી. પ્રસિધ્ધ
યાત્રાધામ શામળાજી ખાતેના મંદિર ટ્રસ્ટના વાઈસ ચેરમેન રણવીરસિંહ ડાભીએ મંગળવારથી મંદિરમાં
દર્શન રાબેતા મુજબ યોજાનાર હોવાનું જણાવ્યું હતું. 

મા અંબાના પ્રાગ્ટય ઉત્સવ પોષી પૂનમે ઈટાડી મંદિરે દર્શન યોજાયા

પોષ માસની સુદ પૂનમે જગત જનની મા અંબા-જગદંબાનો પ્રાગ્ટય દિન
શ્રધ્ધાભેર મનાવાય છે. વર્ષ ૨૦૭૮ ની પોષી પૂનમે કોરોના સંક્રમણને લઈ વિશ્વ પ્રસિધ્ધ
શક્તિપીઠ અંબાજી
,તેમજ ખેડબ્રહ્મા
ખાતેનું મા અંબાનું ભવ્ય મંદિર બંધ રખાયું હતું.ત્યારે મોડાસા તાલુકાના ઈટાડી ગામે
મા અંબાનું મંદિર માઈ ભક્તો માટે ખુલ્લુ રખાતાં મા ના ભક્તોએ શ્રધ્ધાભેર તકેદારીપૂર્વક
દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!