ગુજરાતમાં ઓમિક્રોનના રેકોર્ડ ૫૦ કેસ, અમદાવાદમાં સૌથી વધુ ૩૪

On: January 5, 2022 9:57 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,બુધવાર

ગુજરાતમાં એક
જ દિવસમાં કોરોના વાયરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના નવા ૫૦ કેસ સામે આવ્યા છે. આ સાથે
જ રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસનો આંક  ૨૦૪ થઇ
ગયા છે.

છેલ્લા ૨૪ કલાક
દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ ૩૪, વડોદરામાંથી ૫, ખેડામાંથી ૪, આણંદ-સુરતમાંથી ૩, કચ્છમાંથી
૧ નવા કેસ ઓમિક્રોનના નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ દર્દી ઓમિક્રોનથી સાજી થઇ
છે. રાજ્યમાં ઓમિક્રોનથી કુલ ૧૧૨ દર્દી સાજા થઇ ચૂક્યા છે જ્યારે હજુ સુધી એકપણ મૃત્યુ
નોંધાયું નથી.

હાલ ઓમિક્રોનના
૯૨ એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૫૨, સુરતમાંથી ૮, આણંદમાંથી ૭, ખેડા-રાજકોટમાંથી
૫-૫ સાથે સૌથી વધુ  દર્દીઓ સારવાર લઇ રહ્યા
છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ થી ૯ની વયના ૩ બાળકો પણ ઓમિક્રોન સંક્રમિત થઇ ચૂક્યા
છે. અમદાવાદમાં ઓમિક્રોનના નવા કેસ નોંધાયા તેમાં ૧૯ પુરુષ અને ૧૫ મહિલાનો સમાવેશ થાય
છે. અમદાવાદમાંથી છેલ્લા ૨૪ કલાકમાં જોધપુરમાંથી સૌથી વધુ ૬ નવા કેસ નોંધાયા છે. અમદાવાદના
કયા વિસ્તારમાં ઓમિક્રોનના સૌથી વધુ નવા કેસ

વિસ્તાર    નવા કેસ

જોધપુર        ૦૬

બોડકદેવ       ૦૪

રાણીપ          ૦૩

સરખેજ          ૦૨

એસપી સ્ટેડિયમ  ૦૨

પાલડી            ૦૨

 

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!