[ad_1]
અમદાવાદ,
ગુજરાતમાંથી આજથી
૧૫થી૧૮ વર્ષના વિદ્યાર્થીઓ-બાળકોને કોરોના રસી આપવાનું શરૃ કરાયુ છે ત્યારે આજે પ્રથમ
દિવસે અમદાવાદમાં ૩૬ હજારથી વધુ વિદ્યાર્થીને રસી અપાઈ હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં
કોરોના રસીકરણને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.જ્યારે સમગ્ર ગુજરાતમાં આજે પ્રથમ
દિવસે ૪,૯૪,૩૧૭ વિદ્યાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામા આવ્યો છે.
અમદાવાદ
શહેરમાં ૧.૨૨ લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં ૧.૧૦ લાખ મળીને સમગ્ર જિલ્લાની સ્કૂલોના
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ૧૫થી૧૮ વર્ષના ૨.૩૨ લાખ જેટલા વિદ્યાર્થીઓને રસી
અપાનાર છે.આજે પ્રથમ દિવસે અમદાવાદ શહેર ડીઈઓ હેઠળની ૩૩ સ્કૂલોના ૯૫૩૪ વિદ્યાર્થીને રસી અપાઈ છે.જ્યારે ગ્રામ્યની
૭૦થી વધુ સ્કૂલોના ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે.જ્યારે
રાજ્યમાં પ્રથમ દિવસે ૪,૯૪,૩૧૭ વિદ્યાર્થીએ આજે રસી લીધી છે.
રાજ્યભરમાં ૩૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ-બાળકોને
રસી અપાનાર છે.હજ સુધી ડિપ્લોમા કોલેજો અને આઈટીઆઈ સહિતની સંસ્થાઓના વિદ્યાર્થીઓને
રસી આપવાનું શરૃ કરાયુ નથી અને ક્યારે થશે તે પણ હજુ નક્કી નથી.જો કે ૭મીએ મેગા
ડ્રાઈવમાં તમામ વિદ્યાર્થીઓને આવરી લેવાશે.કોરોના રસીકરણને લઈને
વિદ્યાર્થીઓ-વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.કોવેક્સિન રસી જ હોવાથી ૨૮ દિવસ
બાદ બીજો ડોઝ મળી જતા વિદ્યાર્થીઓને બોર્ડ-વાર્ષિક પરીક્ષાઓમાં પણ ચિંતા નહી રહે.
આજે પ્રથમ દિવસે કેટલીક સ્કૂલોમાં રસીકરણ થઈ શક્યુ ન હતુ પરંતુ તબક્કાવાર સ્કૂલો
હવે વધશે અને તમામ વિદ્યાર્થીઓને ૮મી સુધીમાં આવરી લેવાશે.
[ad_2]
Source link






