Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગાંધીનગર અને સાબરકાંઠામાં બનેલ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા બે આરોપી ઝડપાયા

On: January 3, 2022 2:01 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,તા.2

મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે
ગાંઘીનગર અને સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ અને વાહનચોરીને અંજામ આપનાર ટોળકીના બે
આરોપીઓને ઝડપી લીધા હતા.તેમની પાસેથી ચોરીનો રૃ.૨.૮૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
હતો. જયારે તેમના અન્ય ચાર સાગરીતોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

મહેસાણા જિલ્લામાં અનડિટેકટ ગુનાઓ ઉકેલવાના આદેશને પગલે
એલસીબીના પીએસઆઈ એ.કે.વાઘેલા અને પોલીસ સ્ટાફ વિજાપુર પંથકમાં પેટ્રોલીંગની
કામગીરીમાં હતી. તે વખતે બાતમી મળી હતી કે
,વિસનગ
તરફથી લોડીંગ રીક્ષામાં મોટર સાયકલ ભરીને 
બે શંકાસ્પદ શખસો વિજાપુર તરફ આવી રહ્યા છે. જેના આધારે પોલીસે શહેરના ટીબી
વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે વખતે લોડીંગ રીક્ષા આવતા તેને થોભાવી અંદર બેઠેલા
હિંમતનગરના શંકર ઉર્ફે કરણ બજાણીયા અને રાહુલ ઉર્ફે વિકાસ બજાણીયાને યુક્તિથી
પોલીસે પુછપરછ કરતાં તેઓ ભાંગી પડયા હતા.બન્ને શખસોએ પોતાના સાગરીતો સાથે મળીને
ગાંઘીનગર અને સાબરકાંઠા વિસાતરમાં ઘરફોડ અને વાહનચોરીના સાત ગુનાઓને અંજામ આપ્યો
હોવાની કબુલાત કરી હતી.જયારે બે પૈકી એક આરોપીમર્ડરના કેસમાં સંડોવાયેલ હોવાનું તેમજ
પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો હોવાની હકિકત સામે આવી હતી. જેથી પોલીસે તેમની
વિરૃધ્ધ કાર્યવાહી કરીને તેમના વોન્ટેડ ચાર સાગરીતોને પકડવા તપાસ શરૃ કરી છે.

 શંકર ઉર્ફે કરણ બે
મર્ડર કરી ચુક્યો છે

ઘરફોડ અને બાઈક ચોરીમાં ઝડપાયેલ બે આરોપી પૈકીનો શંકર ઉર્ફે
કરણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.તેની સામે તલોદમાં ૨૦૧૧માં મારામારીનો કેસ નોંધાયો
છે. ઉપરાંત તેણે ૨૦૧૨માં મહુડીમાં હિંમતનગરના ટીનાભાઈ બજાણીયાનું તેમજ ૨૦૧૬માં
ગાંધીનગરની કાજલ મારવાડી નામની યુવતીનું વિજાપુરમાં હત્યા કરી હતી.જેમાં તેને
આજીવન કેદની સજા થઈ હોવાથી અમદાવાદ જેલવાસ ભોગવી રહ્યો હતો અને પેરોલ રજા લઈને
જેલમાં પરત ફર્યો ન હતો.

 આરોપીઓની શું હતી
મોડસ ઓપરેન્ડી

આરોપીઓ ભંગાર વિણવાનો ધંધો કરતા હોવાથી તેઓ લોડીંગ
રીક્ષામાં ભંગાર ઉઘરાવતી વખતે રેકી કરતા હતા.ત્યારબાદ ચોરી કરવાના સ્થળથી પચીસેક
કિમી દૂર ખુલ્લી જગ્યામાં છાપરા બનાવીને રહેતા હતા અને રાત્રીના સુમારે નક્કી કરેલ
સોસાયટીના બંધ મકાન કે જવેલર્સની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.

ઝડપાયેલા આરોપી પાસેથી શું મળ્યું

મહેસાણા એલસીબી પોલીસે ઝડપેલા બે આરોપીઓ પાસેથી સોનાના બે
પાટલા
, સોનાની
બે વિંટી
, સોનાનું
ડોકીયું
, ચાંદીની
૪ જોડ શેર
, ચાંદીના
ચાર પંજા
, ચાંદીના
બે કંદોરા
, ચાંદીના
બે સિક્કા
, ગાયની બે
મૂર્તી
, બે
મોબાઈલ
, બાઈક અને
રીક્ષા સહિત કુલ રૃ.૨૮૨૪૦૦ની મત્તા કબજે કરવામાં આવી હતી.

ઝડપાયેલા આરોપીના નામ

શંકર ઉર્ફે કરણ લક્ષ્મણભાઈ બજાણીયા

રાહુલ ઉર્ફે વિકાસ લક્ષ્મણભાઈ બજાણીયા

બન્ને રહેં,પાણપુર
પાટીયા
,હિંમતનગર

પકડવાના બાકી આરોપીના નામ

કાળુ બાબુભાઈ ભીલ,રહે.હિંમતનગર

અનીલ ઉર્ફે અર્જુન લક્ષ્મણભાઈ બજાણીયા,રહે.હિંમતનગર

સુરેશ ગોવિંદભાઈ મારવાડી રહે,ઈડર

જેઠા બાબુભાઈ બજાણીયા રહે,હિંમતનગર

 આ ચોરીના ભેદ
ઉકેલાયા

૧. તલોદના એક બંધ મકાનમાં કરેલી ચોરી

૨. તલોદમાં આવેલ શ્રીજી જવેલર્સની ચોરી

૩. માણસાના આજોલમાં જવેલર્સની દુકાનમાં ચોરી

૪. આજોલમાં ગોહીલ ટેલર્સની દુકાનમાં રોકડની ચોરી

૫. પેથાપુરથી વિજાપુર રોડ પર બાઈક અને રીક્ષાની કરેલી ચોરી

૬. ગાંભોઈના જાબુંડી ગામમાં બાઈકની ચોરી

૭. આજોલમાં ગાયત્રી કલીનીકમાં કરેલી ચોરી

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!