[ad_1]

નિવૃત્ત થનારા ઓફિસરોમાં નોમિનેટેડ IAS વધારે રહેશે
રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર, ઉદ્યોગ વિભાગના એસીએસ રાજીવકુમાર ગુપ્તા અને દિલ્હી ડેપ્યુટેશન પર ગયેલા અનિતા કરવલનો સમાવેશ
ગાંધીનગર : ગુજરાતના વહીવટી તંત્રમાં ફરજ બજાવતા ગુજરાત કેડરના સિનિયર અધિકારીઓની વયનિવૃત્તિ નજીક આવી રહી છે. વિધાનસભાની ચૂંટણીના વર્ષ 2022માં સરકારમાંથી 17 આઇએએસ અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે પરંતુ આશ્ચર્યની બાબત એવી છે કે હવે ગુજરાત વહીવટી સેવામાંથી આઇએએસ તરીકે નોમિનેટ થયેલા અધિકારીઓની સંખ્યા વધતી જાય છે.
ગુજરાતમાં નવા વર્ષે નિવૃત્ત થનારા ટોચના અધિકારીઓમાં 1986ની બેચના ચીફ સેક્રેટરી પંકજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા અને ડેપ્યુટેશન પર દિલ્હીમાં ફરજ બજાવી રહેલા 1988 બેચના અનિતા કરવલનો સમાવેશ થાય છે. 1986ની બેચના ગુજરાત કેડરના અન્ય એક અધિકારી વિપુલ મિત્રા કે જેઓ જુલાઇ 2023માં વયનિવૃત્ત થઇ રહ્યાં છે.
ગુજરાત કેડરના એકે શર્મા કે જેમણે લાંબા સમય સુધી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું છે તેઓ હકીકતમાં જુલાઇ 2022માં વયનિવૃત્ત થવાના હતા પરંતુ તે પહેલાં તેમણે વીઆરએસ લઇ રાજકારણમાં ઝંપલાવ્યું છે.
તેઓ અત્યારે ઉત્તરપ્રદેશમાં ભાજપના સંગઠનમાં કામ કરી રહ્યાં છે. બીજી તરફ ગુજરાત કેડરના 1987 બેચના અધિકારી એલ ચુઆંગો કે જેઓ 2022માં નિવૃત્ત થવાના છે તેમને મિઝોરમમાં મોકલી દેવામાં આવ્યા છે. હાલ તેઓ તેમના હોમટાઉનમાં સુપ્રીમ પોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં છે.
સચિવાલયના સૂત્રો જણાવે છે કે પંકજકુમાર મે 2022માં નિવૃત્ત થયા પછી હાલ રાજ્યના ગૃહ વિભાગમાં અધિક મુખ્યસચિવ તરીકે ફરજ બજાવી રહેલા 1987ની બેચના રાજકુમાર જૂન 2022માં રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત થશે. તેઓ જાન્યુઆરી 2025માં નિવૃત્ત થવાના હોવાથી તેમની પાસે ચીફ સેક્રેટરી તરીકેનો કાર્યકાળ 32 મહિના છે, એટલે કે તેઓ પોણા ત્રણ વર્ષ સુધી આ પદ પર રહી શકશે.
ચૂંટણી વર્ષ 2022માં નિવૃત્ત થનારા અધિકારીઓ
|
ફેબ્રૂઆરી |
એમએન ગઢવી |
|
માચ |
એલ ચુઆંગો (મિઝોરમ) |
|
એપ્રિલ |
ડીજી પટેલ, ડો. એમડી મોડિયા |
|
મ |
પંકજકુમાર, ડો. રાજીવકુમાર ગુપ્તા |
|
જૂન |
એચસી મોદી |
|
જુલાઇ |
એસએ પટેલ, શરીફ હુડા |
|
સપ્ટેમ્બર |
વીકે અડવાણી |
|
ઓક્ટોબર |
નલિન ઉપાધ્યાય, એચકે પટેલ, એનએ |
|
નવેમ્બર |
અનિતા કરવલ (ડેપ્યુટેશન પર), મનોજ |
|
ડિસેમ્બર |
જેબી પટેલ, જીસી પરમાર |
[ad_2]
Source link






