જૂનાગઢના ભવનાથમાં આજે દત્ત જયંતિ નિમિત્તે દત ભગવાનનું પૂજન, રવાડી

On: December 18, 2021 2:51 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


જૂના અખાડાથી ભવનાથ મદિરે મૃગી કુંડ સુધી રવાડી બાદ દત્ત ભગવાનને કુંડમાં સ્નાન કરાવવામાં આવશે : ‘હરીઓમ તત્ત્સત જય ગુરૂદત્ત’નો નાદ ગુંજી ઉઠશે

 જૂનાગઢ તા. : જૂનાગઢના ભવનાથમાં દત્ત ભગવાનની જયંતિ આવતીકાલે તા.૧૮ના ઉજવાશે.જેમાં જૂના અખાડા ખાતે પૂજન બાદ રવાડી યોજાશે. જે ભવનાથ  મંદિરે પહોંચ્યા બાદ ત્યાં દત્ત ભગવાનને મૃગીકુંડમાં સ્નાન કરાવવામાં આવશે.જ્યારે ભવનાથમાં આવેલા આશ્રમોમાં પણ દત્ત જયંતિ નિમિતે  પૂજન સહિતના કાર્યક્રમો યોજાશે.

 આવતીકાલે તા. 18 ડીસેમ્બરના ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ દત્ત ભગવાનની જયંતિ ઉજવાશે.જેમાં ગિરનાર મંડળના સાધુ સંતો દ્વારા સવારે નવ વાગ્યે શ્રી પંચ દશનામ જુના અખાડા ખાતે દત્ત ભગવાનનું પૂજન કરવામાં આવશે.બાદમાં વાજતે ગાજતે દત ભગવાનની રવાડી યોજાશે. આ રવાડી ભવનાથ મહાદેવ મંદિરે પહોંચશે. જ્યાં સાધુ સંતો દ્વારા દત્ત ભગવાનને પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરાવવામાં આવશે.

આ ઉપરાંત ગિરનાર પર આવેલા દત્ત શિખર ખાતે ભાવિકો દ્વારા પાદુકા પૂજન કરવામાં આવશે.અને દત જ્યંતિ નિમિતે હરિઓમ તત્સત જય ગુરૂદત્ત..નો નાદ ગુંજી ઉઠશે.જ્યારે ભવનાથમાં આવેલા આશ્રમોમા પણ દત્ત જયંતિ નિમિતે  પૂજન સહિતના કાર્યક્રમો યોજાશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!