[ad_1]

સુરત, તા. 15 ડિસેમ્બર 2021 બુધવાર
દક્ષિણ આફ્રિકાથી સુરત આવેલા વરાછા ઝોનના 42 વર્ષીય હીરાના વેપારી ઓમિક્રોન પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દોડતું થયું હતું. છેલ્લા 24 કલાકના આ વ્યક્તિ તથા તેના પરિવારના આરટીપીસીઆર રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રને રાહત થઇ છે. તેમ છતાં તકેદારીના ભાગરૂપે આખા પરિવારને વધુ પાંચ દિવસ હોમ ક્વોરન્ટાઈન રાખવાનો નિર્ણય કર્યો છે.
સુરતના વરાછા ઝોનમાં અશ્વનિકુમાર રોડ પર રહેતો હીરાનો વેપારી હીરાની ખરીદી કરી દક્ષિણ આફ્રિકા ખાતે બે ડિસેમ્બરે સુરત આવ્યો હતો. 8 ડિસેમ્બર ના રોજ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી સેમ્પલને જીનોમ સિકવન્સી માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પાલિકા તંત્ર તાકિદના ભાગરૂપે આખા પરિવારને ક્વોરન્ટાઈન કરી દીધો હતો. ત્યાર બાદ છેલ્લા 24 કલાકમાં બે આરટીપી સીઆર રિપોર્ટ કાઢ્યા હતા. આ બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પાલિકા તંત્રને રાહત થઇ છે. તેમ છતાં મહાનગર પાલિકાએ તકેદારીના ભાગરૂપે પાંચ દિવસ માટે પરિવારને ક્વોરન્ટાઈન રાખવાનો નિર્ણય કર્યો છે.
[ad_2]
Source link






