હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પાંચમાં માળેથી કુદીને દર્દીએ આત્મહત્યા કરી લીધી

On: December 13, 2021 7:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર,
તા.12

હિંમતનગર સિવિલ હોસ્પિટલના પાંચમા માળે પેટની બિમારીથી સારવાર
લેતા પ્રાંતિજ તાલુકાના રામપુરા સાંપડ ગામના ૪પ વર્ષિય દર્દીએ મધરાતે વોર્ડની બહાર
નિકળી બારીના કાચ તોડી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી છે. આ ઘટનાના પગેલ તંત્રમાં
દોડધામ મચી ગઇ હતી.  બિમારીથી કંટાળી દર્દીએ
પડતું મૂક્યાની ચર્ચાઓ શરુ થઈ છે.

ઘટનાની જાણ થતાં પોલીસ એ-ડિવિઝન પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતકના
મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે હિંમતનગર શહેરમાં
છેલ્લા દસ દિવસમાં આત્મહત્યાની આ ત્રીજી ઘટના 
બની છે.

હિંમતનગરના પાંચબત્તી વિસ્તારમાં નવ વર્ષની બાળકીએ ફાંસો ખાઈ
જીવન ટૂંકાવ્યાની ઘટનાની હજુ શાહી સુકાઇ નથી ત્યાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીએ
પાંચમા માળેથી કૂદકો મારી મોત વ્હાલુ કરતાં ચકચાર મચી છે. પ્રાંતિજ તાલુકાના રામપુર
સાંપડ ગામના ચંપકસિંહ ભાથીસિંહ રાઠોડને પેટની બિમારીના કારણે ગત તા.૧૦ના રોજ હિંમતનગરની
સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 જ્યાં તેમની સારવાર
ચાલી રહી હતી જે મધરાતે દોઢ વાગ્યાની આસપાસ કોઈપણ કારણોસર દાખલ દર્દીએ વોર્ડની બહાર
નિકળી પાંચમા માળેથી મોતની છલાંગ લગાવતાં મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે  દર્દીના પરિવારજનો સહિત લોકો એકઠા થઇ ગયા હતા.

 આ બનાવના પગલે સિવિલ
હોસ્પિટલના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આપઘાત કરનાર દર્દીની લાશને
પીએમ માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બિમારીની સારવાર છતાં દર્દીને કોઈ
રાહત થઈ ન હોવાના કારણે આત્મહત્યા સુધીનું પગલું ભર્યાનું જાણવા મળ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!