Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પંચમહાલ: લગ્નના બે વર્ષ બાદ પરિણીતાનો આપઘાત, ગાંધીનગર સુધી રજુઆત બાદ નવ વ્યક્તિ સામે ફરિયાદ

On: November 6, 2021 10:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પંચમહાલ, તા. 6 નવેમ્બર 2021 શનિવાર 

પંચમહાલ જિલ્લાના નંદીસર ગામની યુવતીએ સગાઈ તૂટી જતા આપઘાત કર્યો છે. બે વર્ષ પહેલા થયેલી સગાઈ તૂટી જતા આઘાતમાં આવેલી યુવતીએ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો છે. જોકે, સ્થાનિક પોલીસે યુવતીની આત્મહત્યાની ફરિયાદ ન લેતા પરિવારે ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી. આખરે સ્થાનિક પોલીસે 9 લોકો સામેની ફરિયાદ નોંધી છે.

ગોધરાના નદીસર ગામે રહેતા પ્રણીવભાઈ માછી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ છે. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી આરતી છે. આરતી માછીની સગાઈ બે વર્ષ પહેલા નદીસર ગામના પિન્કેશ માછી સાથે થઈ હતી. સગાઈ થયા બાદ આરતી અને પિન્કેશ સાથે ફરતા હતા. પરંતુ કોઈ કારણોસર પિન્કેશના પરિવારજનોએ આ સગાઈ તોડી નાંખી હતી. જેથી આરતી પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. આઘાતમાં સરી પડેલા આરતીએ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો.

સગાઈ તોડવા બાબતે પિન્કેશના પરિવારજનોએ કારણ આપ્યુ હતું કે, ‘તમારી દીકરીનો સ્વભાવ બદલાઈ ગયો છે. તેનો સ્વભાવ સારો નથી. તેથી તેમને સગાઈ રાખવી નથી.’ આ જાણીને આરતીના પરિવારે ઈજ્જત જવાની બીક પણ બતાવી હતી. પરંતુ તેઓએ કહ્યુ હતું કે, ‘આરતીને જે કરવુ હોય તે કરી લે, તેન મરવુ હોય તો મરી જા.’ આ વાતનુ લાગી આવતા આરતીએ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો.

આરતીના આપઘાત મામલે કુલ 9 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં મંગેતર પિન્કેશ માછી, પ્રભાત માછી, નંદુબેન માછી, રૂચીબેન માછી, ચંદ્રેશ માછી, અલ્કાબેન માછી, મહેશભાઈ માછી, વર્ષાબેન માછી, કિરીટ માછી સામે આરતીને આત્મહત્યામાં દુષ્પ્રેરણા આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જોકે, સમગ્ર મામલે સ્થાનિક પોલીસે કોઈ ફરિયાદ લીધી ન હતી. આરતીના મૃતદેહ સાથે પરિવારજનોએ છેલ્લા બે દિવસથી રઝળપાટ કરી હતી. એટલુ જ નહિ, આરતી ગર્ભવતી હોવાની પણ પરિવારને શંકા છે. સ્થાનિક પોલીસે ફરિયાદ ન લેતા પરિવારે ગાંધીનગર સુધી રજુઆત કરી હતી. આખરે ફરિયાદ નોંધાતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસની શંકાસ્પદ ભૂમિકા હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!