
સમાજિક વનીકરણ વિભાગના હસ્તક આવતા આમ્રવન નાનાપોઢા કોરોના કાળ માં કોરોના ને લઈ બંધ કરવામાં આવ્યા બાદ આજ દિન સુધી આમ્રવન પર્યટકો માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો હાલ માં સરકાર દ્વારા કોરોના ની ગાઈડ લાઈન માં છૂટછાટ આપવા બાદ જાહેર સ્થળો જેવા કે વિલ્સન હિલ,તીથલ જેવા સ્થળ લોકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે પરંતુ દોઢ વર્ષ થી હજુ સુધી જંગલ વિભાગના હસ્તક આવતા નાનાપોઢા આમ્રવન હજુ પણ બંધ હાલત માં છે હાલ માં જ્યાં દિવાળીના પર્વ ચાલી રહ્યું હોય ત્યારે તમામ પરિવારો પર્યટન સ્થળ ની મુલાકાત લેતા હોય છે આવા સમયે આમ્રવન બંધ રેહત અહીં મુલાકાત માટે આવનાર અનેક લોકો પરત થઈ રહ્યા છે અને બન્ધ થયેલ સ્થળ પણ હાલ સુમસામ ભાસી રહ્યું છે જો આ વન ફરી ખુલ્લું મુકવામાં આવે તો આસપાસના લોકોમે ધંધો રોજગાર મળી રહે અને સાથે જ પર્યટકો ને અહીં ફરવાની મોજ મળી રહે