ફિલિપાઇન્સમાં 7 હજાર લોકોની ઉપસ્થિતિ વચ્ચે સલવાવ ગુરુકુળનું ગૌરવપૂર્ણ સન્માન

On: August 29, 2026 2:47 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુલ્લાસ કોલેજ ઓફ મેડિસિનના 2026 MBBS કોન્વોકેશન સમારોહમાં પૂજ્ય રામ સ્વામીજી અને એકેડેમિક ડિરેક્ટર ડો. શૈલેષ લુહારનું વિશેષ સન્માન


શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ-વાપી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ફિલિપાઇન્સ સ્થિત ગુલ્લાસ કોલેજ ઓફ મેડિસિન ખાતે યોજાયેલા વર્ષ 2026ના MBBS વિદ્યાર્થીઓના કોન્વોકેશન સમારોહમાં આશરે 7,000 લોકોની ઉપસ્થિતિ વચ્ચે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ-વાપીના પૂજ્ય રામ સ્વામીજી તથા ગુરુકુળના એકેડેમિક ડિરેક્ટર ડો. શૈલેષ લુહારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ભવ્ય કોન્વોકેશન સમારોહ દરમિયાન કોલેજના માલિક ડૉ. ડેવિડ કે. પિલ્લાઈ દ્વારા પૂજ્ય રામ સ્વામીજી અને ડો. શૈલેષ લુહારનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે શિક્ષણ, સંસ્કાર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ-વાપી દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની વિશેષ નોંધ લેવામાં આવી હતી.

વિદેશની ધરતી પર યોજાયેલા આ ભવ્ય સમારોહમાં ભારતીય સંસ્કાર અને મૂલ્ય આધારિત શિક્ષણનું પ્રતિનિધિત્વ કરતા ગુરુકુળના સંતનું વિશેષ સન્માન થવું સમગ્ર વાપી-વલસાડ સહિત ગુજરાત માટે ગૌરવની બાબત બની છે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ-વાપી શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત અને સેવાભાવના મૂલ્યોને વિદ્યાર્થીઓના જીવનમાં ઉજાગર કરવા માટે સતત કાર્યરત છે. ફિલિપાઇન્સમાં યોજાયેલા આ કોન્વોકેશન સમારોહમાં મળેલું સન્માન ગુરુકુળની શૈક્ષણિક અને સંસ્કારલક્ષી સેવાઓને મળેલી આંતરરાષ્ટ્રીય ઓળખ તરીકે જોવામાં આવી રહ્યું છે.

7 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિ વચ્ચે મળેલું આ સન્માન ગુરુકુળ પરિવાર માટે ગૌરવ અને પ્રેરણાની નવી સિદ્ધિ બની રહ્યું છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!