વાપી GIDCમાંથી રૂ.1.80 લાખની તાંબાની ચોરીનો ભેદ ઉકેલાયો, 23 વર્ષીય આરોપી ઝડપાયો

On: August 29, 2026 2:41 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી, તા.29: વાપી GIDC વિસ્તારમાં આવેલા એક ધાણમાંથી રૂ.1.80 લાખની કિંમતના આશરે 180 કિલો તાંબાના વાયર અને પ્લેટોની ચોરીના ગુનાનો વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી તાંબાના મુદ્દામાલ સહિત કુલ રૂ.2.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમી અને તપાસના આધારે પોલીસે વાપીમાંથી **અસરફ મંજરૂલી મનીહાર (ઉં.વ.23)**ને ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ વાપીના છીરી રણછોડનગર વિસ્તારમાં રહેતો હોવાનું તથા મૂળ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના ઈટાવા તાલુકાના કરજાવ ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આરોપી પાસેથી રૂ.1 લાખની બજાજ ઓટોરિક્ષા (GJ-15-TT-0166), રૂ.1.80 લાખની કિંમતના 180 કિલો તાંબાના વાયર અને પ્લેટો તેમજ રૂ.5 હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂ.2.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર કામગીરી વલસાડ LCBના પોલીસ ઈન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર જે.જી. વસાવા તથા LCBની ટીમે હાથ ધરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીના ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!