વાપીના છીરી ખાતે દાવતે ઇફ્તાર યોજાઈ

On: March 28, 2025 11:21 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

છીરીના અગ્રણી અને પૂર્વ સરપંચ નુરુદ્દીનભાઇ દ્વારા અંદાજિત 500 લોકો માટે ઈફ્તાર પાર્ટી નું આયોજન કરાયું હતું

વાપી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મિતેશ દેસાઈ તેમજ વર્તમાન વાપી તાલુકા ભાજપના પ્રમુખ સનમ પટેલ સહિત અનેક અગ્રણી એ હાજરી આપી કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું

મુસ્લિમ બિરાદરો માટે રમઝાન એ પવિત્ર માસ માનવામાં આવે છે.જે દરમ્યાન દરેક મુસ્લિમ બિરાદર પવિત્રતા જાળવી ને અલ્લાહ ની બંદગી કરે છે.સમગ્ર દિવસ દરમ્યાન અન્ન અને જળ વિના રહી રોજા રાખી સાંજે ખુદા ની બંદગી અને દુઆ બાદ રોજા છોડે છે .ત્યારે આવા પવિત્ર માસ દરમ્યાન છીરી ના અગ્રણી નુરુદ્દીન ભાઈ દ્વારા  છીરી ખાતે આજે દાવતે ઇફ્તાર પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું

દાવતે ઇફ્તાર માં માત્ર મુસ્લિમ સમાજના લોકો નહીં પણ હિન્દુ સમાજના અગ્રણીઓ એ પણ વિશેષ હાજરી આપી હતી.વાપી શહેર ભાજપના પ્રમુખ મિતેશ દેસાઈ હાજરી આપી તમામ મુસ્લિમ બિરાદરો ને રમઝાન ના પવિત્ર માસ ની તેમજ આવનારા ઇદ ના તહેવાર ની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મિતેશ દેસાઈ જણાવ્યું કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે .અહીં દરેક કોમ અને ધર્મમાં લોકો એકતા અને ભાઈ ચારા સાથે વસવાટ કરે છે વાપીમાં પણ દરેક સમાજના લોકો એકતા અને ભાઈ ચારા સાથે રહે છે આજનો કાર્યક્રમ પણ તેનું પ્રતીક છે તેમણે કહ્યું કે ભલે વ્યક્તિ અને ધર્મ અલગ અલગ હોય પણ લોહી દરેકનું એકજ રંગ નું છે માનવતા અને ભાઈચારો મહત્વ નો છે તેમણે નુરુદ્દીનભાઇ ને ઇફ્તાર નું આયોજન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી

ઇફ્તાર કાર્યક્રમ દરમ્યાન મિતેશ દેસાઈ,સનમ પટેલ, કલિમભાઈ,બબલુભાઈ,સમસુદીન ચૌધરી,પરેશ દેસાઈ સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં માં મુસ્લિમ બિરાદરો હાજરી આપી હતી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!