
પોથીયાત્રામાં આદિવાસી સમાજમાં નૃત્ય વાદ્યો સાથે સેંકડો લોકો જોડાયા
ધરમપુરના ખાડા ગામેથી આજે મોરારીબાપુની કથા નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો બપોરે 4:00 વાગ્યે કથાના મનોરથી જગદીશભાઈ અને વીણાબેન ના ઘરેથી નીકળેલી પોથી યાત્રા માં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ગામના લોકો શ્રોતાજનો તેમ જ દૂરથી આવેલા અનેક લોકો જોડાયા હતા.પોથી યાત્રામાં આદિવાસી નૃત્ય અને વાદ્યો પણ જોવા મળ્યા હતા બાપુએ આદિવાસી બહુલ વિસ્તારને તીર્થ વાસી ક્ષેત્ર ગણાવ્યું મોરારીબાપુ એ જે તે ક્ષેત્રમાં થયેલા અપરાધો ને ક્ષમા માટે આ કથા બીજું પગથિયું હોવાનું જણાવ્યું. પ્રથમ પગથિયું કચ્છમાં અને બીજું ખાડામાં કથા યોજી કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું

- આજ થી માનસ સંવત સર નો પ્રારંભ થયો છે
- મારા પારેવા ને હું રામચરિત માનસનું ચણ દેવા આવ્યો છું
- આ રામ કથા મારી ક્ષમા યાચનાનું બીજું પગથિયું છે પ્રથમ ચરણ કચ્છમાં માં રવેચીના ફળિયા માં પૂર્ણ કર્યું
- તમને આમે સમજ્યાં નહિ એટલે ક્ષમા યાચના કરવા આવ્યો છું મારી વ્યાસ પીઠ મળવા આવી છે
- ધરમપુર તીર્થવાસી ક્ષેત્રમાં અનેક વિચારો સાથે અનેક સંસ્થાઓ સેવાકીય કાર્ય કરે છે પણ પ્રસિદ્ધિ થી દુર રહીને
- બાપુએ તેમના ઉતારે પ્રથમ સ્થાનિક લોકોને જ મળવા દેવામાં આવે એવો આગ્રહ રાખ્યો
ધરમપુર થી 12 કિલોમીટર દૂર આવેલા ખાંડા ગામે મોરારીબાપુની કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે કથાના પ્રથમ દિવસે કથાના મનોરથી જગદીશભાઈ અને વીણાબેન ના ઘરેથી ભવ્ય પોથીયાત્રાનો પ્રારંભ આદિવાસી નૃત્ય વાદ્યો સાથે કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોથીયાત્રા કથા સ્થળે પહોંચ્યા બાદ વિવિધ સંતો અગ્રણીઓ ની હાજરીમાં કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો મોરારીબાપુ એ કથાનો પ્રારંભ હનુમાનજીની સ્તુતિ અને રામજી ની સ્તુતિ ગાયને કર્યો હતો કથાના પ્રથમ દિવસે મોરારીબાપુ એ જણાવ્યું કે વિવિધ ક્ષેત્રમાં થયેલા અપરાધો જાણીએ અજાણ્ય થયેલા અપરાધો ની ક્ષમા માટે કથારો પ્રારંભ કરાયો છે જેમાં ખાંડા ગામે આ બીજું પગથિયું છે પ્રથમ ચરણ કચ્છમાં યોજાઈ ચૂક્યું છે બાપુએ એમ પણ કહ્યું કે આદિવાસી બહુલ વિસ્તાર મારા માટે આદિવાસી વિસ્તાર નહીં પરંતુ તીર્થવાસી વિસ્તાર છે તેમણે કહ્યું કે વર્ષમાં એકાદ વખત આ વિસ્તારમાં જરૂરથી તેઓ આવશે તેમણે વિવિધ સંસ્થાઓની નોંધ લેતા જણાવ્યું કે આદિવાસી બહુl વિસ્તારમાં અનેક સંસ્થાઓ કોઈપણ પ્રસિદ્ધિ વગર કામ કરી રહી છે અને તેઓ માત્ર કામ જ કરે છે પ્રસિદ્ધિથી દૂર છે તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસથી તેઓ વિચારતા હતા કે કથા નો વિષય શું રાખવો પરંતુ ચૈત્રી નવરાત્રી તેમજ વિક્રમ સંવતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે જેને લઈને તેમણે આ કથા નો વિષય માનસ સંવત સર રાખ્યો છે વ્યાસપીઠ ઉપરથી તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 60 જેટલા સંવત શરૂ થઈ ચૂક્યા છે જેમાં બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, વિક્રમ, શંકરાચાર્ય, જેવાના વિવિધ સંવત સર થઈ ચૂક્યા છે અને આજથી ખાંડા ખાતેથી માનસ સંવત સર નો પ્રારંભ થઈ રહ્યો છે
મહત્વ સમજાવતા કહ્યું કે આજે ચૈત્રી પ્રતિપદા છે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના આજથી કરી હતી તેથી આજના દિવસનું ખૂબ અનેરુ મહત્વ છે તેમણે કથાના પ્રારંભ દરમિયાન રાજકીય નેતા સનત મહેતા વલસાડ નજીક આવેલા નંદીગ્રામના કુંદનિકાબેન કાપડિયા ને પણ યાદ કર્યા હતા આ કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ તીર્થયાત્રા કરવા આવ્યા છે શ્રોતાજનોને નવે નવ દિવસ સુધી ખાંડા ગામમાં એક પણ ઘરે ચુલો પ્રજ્વલિત ન કરવા જણાવ્યું અને કથા ના રસોડે જ તમામ લોકો ભોજન લે તેવું પણ તેમણે સૂચન કર્યું હતું આજે સાંકડોની સંખ્યામાં લોકો કથાનું રસપાન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધરમપુરના અગ્રણી કથાકારો તેમજ શ્રીમદ રાજચંદ્રથી પણ અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી



