Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

યુએસ અને કેનેડાની સુરક્ષા એજન્સીઓ ગુજરાત સુધી પહોંચી

On: March 23, 2022 7:02 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– વિદેશથી આવેલા ઓફિસર્સનો હેતુ આ કેસમાં વધુ કડીઓ એકત્ર કરવા માટે તેમજ રાજ્યમાં ચાલતાં ગેરકાયદેસર ઈમિગ્રેશનને વધુ સારી રીતે ડામી શકાય તે સુનિશ્ચિત કરવાનો છે

– ડીંગુચાના પરિવાર સાથે કેનેડા ગયેલા 6 લોકોને ટૂંક સમયમાં ભારત મોકલી દેવામાં આવશે

અમદાવાદ, તા. 23 માર્ચ 2022, બુધવાર

કેનેડાની સરહદેથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયત્ન કરતી વખતે ડીંગુચા ગામના 4 લોકોના મોત થયા હતા. આ ઘટનાના આશરે 2 મહિના બાદ યુએસ અને કેનેડાની સિક્યુરિટી એજન્સીઓ અને કોન્સ્યુલેટ જનરલ સોમવારે ગાંધીનગર આવી પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, ફેડરલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (FBI)ના એક સભ્ય સહિતના પ્રતિનિધિઓ રાજ્યમાં ચાલતાં ગેરકાયદેસર ઈમિગ્રેશન રેકેટની તપાસ કરી રહેલા ગુજરાત પોલીસના અધિકારીઓને મળ્યા હતા. વિદેશી એજન્સીઓની સંડોવણી માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં સક્રિય ભાગ ભજવી રહી છે ત્યારે તપાસનો વ્યાપ વિસ્તૃત કરાશે તેવી અપેક્ષા છે.

ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામના એક પરિવારના 4 સભ્યોએ 19 જાન્યુઆરીએ યુએસ-કેનેડની બોર્ડરથી 10 મીટરના અંતરે હાડ થીજવતી ઠંડીમાં દમ તોડી દીધો હતો. ત્યારબાદ, ગુજરાત પોલીસે ઉત્તર ગુજરાતમાં ચાલતાં વધુ એક ગેરકાયદેસર ઈમિગ્રેશન રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને 8 સ્થાનિક એજન્ટોની ધરપકડ કરી હતી અને કેટલાક લોકો તપાસ હેઠળ છે. આ ઘટનાની જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘યુએસ અને કેનેડાના અધિકારીઓનો આ કેસમાં વધુ કડીઓ એકત્ર કરવાનો તેમજ રાજ્યમાં ચાલતાં  ગેરકાયદેસર ઈમિગ્રેશનને વધુ સારી રીતે ડામી શકાય તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે’.

ગૃહ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, એરલાઈનના અમુક કર્મચારીઓ પણ સ્થાનિક એજન્ટોને માનવ તસ્કરીમાં મદદ કરી રહ્યા છે. આ કારણે વિદેશથી આવેલા ઈન્વેસ્ટિગેશન ઓફિસર્સ એરલાઈનના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરવાના છે. નકલી ઓળખ ઊભી કરીને ગુજરાતમાંથી યુએસ અને કેનેડા જઈને વસતાં લોકોનો મુદ્દો પણ અધિકારીઓના ધ્યાનમાં છે.

વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, ‘યુએસ અને કેનેડાના અધિકારીઓ શહેરના એરપોર્ટ પર મલ્ટી-લેયર ચેકિંગ ઈચ્છે છે જેથી યુએસમાં ગેરકાયદેસર મુસાફરી અટકાવી શકાય.’ વિદેશથી આવેલા ઓફિસર્સે ગુજરાત પોલીસને આ રેકેટમાં સંડોવાયેલા એજન્ટો સામે કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે. યુએસ કોન્સ્યુલેટ જનરલના એક અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, ડીંગુચાના પરિવાર સાથે કેનેડા ગયેલા 6 લોકોને ટૂંક સમયમાં ભારત મોકલી દેવામાં આવશે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!