ઉનાળો આવતા જ કચ્છના વગડામાં મીઠા અને ખારા પીલુનો વૈભવ

On: March 22, 2022 1:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

 આણંદપર(યક્ષ)તા.૨૧

 કચ્છમાં કુદરતી વનસંપદા ઘણા મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. કચ્છની તાસીરને  અનુકુળ અને કચ્છમાં રહેતા લોકોના સ્વાસૃથયને માફક આવે એવી ઘણી બાધી વનસ્પતિઓ છે.જેમાં પિલુડી પણ છે.હાલે ઉનાળો આવતા જ કચ્છના વનવગડામાં મોટી સંખ્યામાં પીલુંઓનો વૈભવ જોવા મળી રહ્યો છે. 

આ પીલુંડીના ઝાડને ઓછો વરસાદ તેમજ ખારાશ વાળી જમીન માફક આવતા પિલુડીનું ઝાડ બારેમાસ લીલુંછમ જોવા મળે છે.આ પીલુડીનું ઝાડ વગડામાં કે ગામના પાદરે જોવા મળતું હોય છે.પીલુડીના ઝાડ ખાસ કરીને પાવરપટીમાં ઘણા જોવા મળે છે. પિલુડી ત્રણ જાતની થાય છે જેમાં કચ્છમાં બે જાતની ખારી અને મીઠી પિલુડી જોવા મળે છે.અને બંને ઝાડપર જુદા-જુદા રંગના પીલું જોવા મળે છે.મીઠી પિલુડીના ઝાડમાં પીળા અને સફેદ રંગના જોવા મળે છે.ખારી ઝાડમાં જાંબલી કલરના પીલું જોવા મળે છે. આ ઝાડના પાન પરાથી ખબર પડે છે.ટુકા અને પહોળા પાન ખારી ઝારના અને લાંબા અને જીણા પાન મીઠી ઝારના હોય છે.પિલુડીના ઝાડપરાથી પીલું વીણવા એ એક કળા છે.જેમ માળા ફેરવીએ એમ વીણવામાં આવે છે.જે પીલું વિણતો હોય એ એના ગળામાં દોરી વડે લોટો લટકાવે છે પીલું વીણીને લોટામાં નાખે છે.લોટો ભરાઈ જાય એટલે ઝાડ નીચે પડેલા મોટા વાસણમાં મુકવામાં આવે છે.

પીલું પક્ષીઓનો પણ પ્રિય ખોરાક છે. આ પીલુની એક ખાસિયત છે.પીલુને એક એક કરીને ખાવામાં આવે તો જીભ ઉઠી આવે છે.જેાથી કરીને પીલુંને હાથમાં લઈને ફાકડો ભરવો પડે  છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે પીલુંમાં કેલ્શિયમનું પ્રમાણ વાધારે હોય છે.આમ પીલું ખાવાથી શરીરમાં કેલ્શિયમનો વાધારો થાય છે.આમ પીલુડીનું ઝાડ ઔષાધી તરીકે ઘણી રીતે ઉપયોગી થાય છે.આજના લોકો આવી વનસ્પતિઓનો ઔષિાધ તરીકેનો ઉપયોગ કરવાનું ટાળે છે.વર્ષો પહેલા લોકો ઔષાધીઓનો ઉપયોગ કરીને શરીરને સાચવતા હતા.હાલ ડાક્ટરની સલાહ લઈ પોતાના શરીરની સાચવણી કરે છે.

આ પીલુડીનો ઉલ્લેખ સાતસો વર્ષ પૂર્વેની સંસ્કૃતિમાં જોવા મળે છે.હાલ કચ્છમાં આડેાધડ પવન ચક્કીઓને મંજૂરી આપવામાં આવતા બીજા ઉપયોગી વનસ્પતિઓ સાથે પિલુડીના વૃક્ષોની આડેાધડ કાપવામાં આવી રહ્યા છે.જો આમ જ વિનાશ ચાલું રહ્યો તો કચ્છમાં પિલુડીના વૃક્ષો જોવા નહીં મળે એવું લાગી રહ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!