ઉત્તર ગુજરાતમાં ફાગણી પુનમે ઠેરઠેર હોળીકા દહન કરવામાં આવ્યું

On: March 18, 2022 2:46 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,તા.17

ઉત્તર ગુજરાતમાં પ્રેમ એકતાના પ્રતિક અને આસુરી શક્તિ સામે
દૈવી શક્તિના વિજ્યના પ્રતિક સમા હોળી -ધૂળેટીનો દ્વિ-દિવસીય તહેવારમાં આજે ગુરુવારના
રોજ ગામના ચોરે
, સોસાયટીના
કોેમન પ્લોટ તેમજ જાહેર ખુલ્લા મેદાનમાં 
ઠેરઠેર હોલિકા દહન કરવામાં આવેલ છે. આજે લોકો એકબીજાને રંગોથી રંગીધૂળેટી
મનાવશે. બૂરા મત માનના ભાઇ હોલી હેે તેમ કહી રંગબેરગી રંગોથી રંગાઇ જશે.

હોળીના તહેવારેમાં દંતકથા મુજબ ભક્ત પ્રહલાદની ફોઇને
અગ્નિથી બલતી નહોવનુ નરદાન હોઇ રાજાએ તેણીના 
ખોળામાં પ્રહલાદને બેસાડી હોળી પ્રગટાવવામાં  આવતાં હોલીકા ભડભડ સળગી ગઇ જ્યારે પ્રભુનુ નામ
લેનાર પ્રહલાદ હેમખેમ રહ્યો હતો. ત્યારથી ્સુરી શક્તિસામે દૈવી શક્તિના વિજ્યને
હોલી તરીકે મનાવવામાં આવે છે. વડનગર અને વિસનગરમાં હોળી પૂર્વે ઘેરૈયા ચૌદશની
ઉજવણી કરવામાાવે છે. જેમાં ગામના માત્ર પુરુષો જ એકઠા થઇ અપભ્રંશ શબ્દોનો પ્રયોગ
કરી  આવતા જતા લોકોને ઘેરી સરઘસ સ્વરુપે
ફરે છે.

વડનગરમાં આ રસમ ૭૦૦ વર્ષથી મનાવાતી આવી છે.વિસનગરમાં ખાસડાની રમત રમવમાં
આવે છે. હોળીના દિવસે સૂર્યાસ્ત સમયે ગામ કે શહેરના ચોકમાં છાણ
,લાકડા તેમજપૂળા
વગેરનો ખડકલો કરી શાસ્ત્રોક વિધી અનુસાર હોળી પ્રગટાવવામાં આવે છે.જેમાં બાલ-અબાલ
સહિત તમામ લોકો હોળી ની સાતવાર પ્રદક્ષિણા કરી ધાણી
,ખજૂર ,હારડાતેમજ
નાળીયેર હોમવામાં આવે છે.ખેડૂતો પોતાના ખલા નવીન તૈયાર થયેેલ પાકની આહૂતિ આપે છે.
નવપરણિત દંપતિ તથા પ્રથમ પુત્ર રત્નહોય તો પ્રદક્ષિણા કરાવી હોળી મનાવી હતી.
કેટલાક ગામોમાં હોળી પ્રગટાવ્યા બાદ પાંચ દિવસ રંગ પંચમી  સુધી પ્રગટાવેલી  રાખવાની પ્રણાલી છે. જો  કે આધુનિક સમયમાં હવે તે ભાગ્યેજ જોવા
મળેછે.બીજા દિવસે ધૂળેટીનો તહેવારમાં શેરી મિત્રો એકઠા થઇ એકબીજાને વિવિધ રંગોથી
રંગ
,પિચકરીઓથી
રંગો લગાવી  પ્રંેમ અને એક્તાના પ્રતિકને
ઉજાગર કરે છે. તેમજ કેટલાક વિસ્તારોમાં ઠાકોર
,સથવારા,
પટેલ તેમજ અન્ય લોકો પોતાના વિસ્તારમાં બપોર બાદ ભવાઇના જુદા જુદા વેશ કરી
લોકોને મનોરંજન પુરુ પાડશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!