Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ચૂંટાયેલા નગરસેવકોએ મર્યાદા વટાવી, મકતમપુરા વોર્ડમાં અવૈધ વસાહતોને પાણી જોડાણ આપવા ભલામણ કરતા કોર્પોરેટરો

On: February 28, 2022 1:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,રવિવાર,27
ફેબ્રુ,2022

અમદાવાદના એક વર્ષ અગાઉ ચૂંટાઈને આવેલા કોર્પોરેટરો પૈકી
મકતમપુરા વોર્ડના કોર્પોરેટરોએ સરકાર હસ્તકની ખરાબા ઉપરાંત સુએજ ટ્રીટમેન્ટ
પ્લાન્ટ માટે સંપાદિત કરવામાં આવેલી જમીન ઉપર બાંધવામાં આવેલી અવૈધ વસાહતોને
મ્યુનિ.તરફથી કાયદેસરના પાણી જોડાણ આપવાની દરખાસ્ત રજૂ કરતા ખળભળાટ મચી ગયો હતો.જો
કે પાણી કમિટીની બેઠકમાં મંજુરી માંગતી આ દરખાસ્ત હાલ તો સરકારના નિયમની જોગવાઈને
આધીન રહી આગળની કાર્યવાહી કરવી એમ કહીને બાજુ ઉપર મુકી દેવામાં આવી છે.આ વોર્ડમાં
ગેરકાયદે બંધાયેલી સોસાયટીઓ પાસે માન્યતાના પુરાવા માંગ્યા સિવાય જોડાણ આપવા
સુધીની માંગણી દરખાસ્તમાં કરાઈ હતી.

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા મકતમપુરા વોર્ડના  ફતેહવાડી વિસ્તારમાં આવેલાં લાલબાગ
કબ્રસ્તાનમાં મ્યુનિ.નો પાણીનો બોર આવેલો છે.આ બોરના માળખામાંથી આસપાસના
વિસ્તારમાં જે તે સમયે સરકાર હસ્તકની જુદા-જુદા હેતુ માટે સંપાદન કરવામાં આવેલી
જમીનમાં ઉભી કરી દેવામાં આવેલી ગેરકાયદેસર સોસાયટીઓ અને વસાહતોને મ્યુનિ.ના ખર્ચે
પાણીની પાઈપલાઈન નાંખી આપવા વોર્ડના ચાર કોર્પોરેટરો દ્વારા પાણી કમિટીમાં
દરખાસ્તના રૃપમાં ભલામણ કરાઈ હતી.મકતમપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર હાજી
અસરાર બેગ ઉપરાંત એમ.આઈ.એમ.ના મહંમદ ઝુબેર પઠાણ
,સુહાના મન્સુરી તથા જૈનલબીબી શેખ તરફથી કરાયેલી ભલામણને લઈ
મ્યુનિ.ભાજપના હોદ્દેદારો પણ ચોંકી ગયા હતા.

મકતમપુરા વોર્ડના કોર્પોરેટરોએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી
શહેરી વિકાસ યોજના ૭૦.૨૦.૧૦. અંતર્ગત સોસાયટીઓ પાસેથી માન્યતાના પુરાવા માંગ્યા
સિવાય સોસાયટીઓમાં આવેલા આંતરીક રસ્તાઓ ઉપર મ્યુનિ.ના ખર્ચે પાણીની પાઈપલાઈન નાંખી
પાણીના જોડાણ આપવાની દરખાસ્તમાં કોર્પોરેટરોએ ભલામણ કરી હતી.કોર્પોરેટરોએ  સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જે તે સમયે
સંપાદીત કરવામાં આવેલી જમીન ઉપર બંધાઈ ગયેલી સોસાયટીઓને માટે પાણીના જોડાણ આપવાની
ભલામણ કરતા તેમણે મર્યાદા ઓળંગી હોવાનું મ્યુનિ.વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.જો આ
પ્રકારે શહેરના કોર્પોરેટરો જ ગેરકાયદે બંધાયેલી સોસાયટીઓને કાયદેસરના પાણી આપવાની
ભલામણ કરતા રહેશે તો કાલે શહેરમાં સાત ઝોનમાં બંધાયેલા અને હાલમાં બંધાઈ રહેલા
તમામ ગેરકાયદેસર બાંધકામ તરફથી આ પ્રમાણેની માંગણી થઈ શકે છે.

 

 

 

 

 

 

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!