વડોદરાના ચાર વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા: વાલીઓએ સાંસદનો સંપર્ક કર્યો

On: February 24, 2022 1:17 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 24 

રશિયા યૂક્રેન વચ્ચે યુધ્ધની જાહેરાત થઈ છે ત્યારે યુક્રેનમાં વડોદરાનાં 4 વિદ્યાર્થી ફસાયાં છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની જાહેરાત થતાં જ યુક્રેઇન નું એરપોર્ટ પરથી વિદેશમાં જતી ફ્યાઈટો તાત્કાલિક અસરથી બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે જેથી યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફસાયા છે જેમાં વડોદરાના ચાર વિદ્યાર્થી ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે તેમની ફ્લાઇટ હતી. રશિયાએ હુમલો કરતાં ફ્લાઇટો કેન્સલ થઇ હતી. વડોદરામાં રહેતાં પરિવારજનો ચિંતિત છે. આજે સવારે 9 વાગ્યે તેમની તુર્કીની ફ્લાઇટ હતી તુર્કીથી તેઓ દિલ્હી આવવાનાં હતાં પણ રશિયાએ હુમલો કરી દેતાં ફ્લાઇટ કેન્સલ થઇ હતી. વડોદરાના પરિવારજનોએ સાંસદ રંજનબેન નો સંપર્ક કર્યો હતો તેમણે કેન્દ્રના વિદેશ મંત્રાલય સાથે સંપર્ક કર્યો હતો.

સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલય થકી યુક્રેઇનના સત્તાધીશો સાથે સંપર્ક કર્યો હતો અને વિદ્યાર્થીઓને વડોદરા પરત લાવવાની વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતુ કે, વાલીઓ અને વિદ્યાર્થીઓનાં સતત સંપર્કમાં છું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!