Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કરફ્યુ સમયે ત્રાટકેલા તસ્કરો આરામથી પતરું તોડી અંદર પ્રવેશ્યા અને સામાન વેરવિખેર કરી ચોરી કરી

On: February 15, 2022 6:38 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, બુધવાર

સુરતના ઉધના સ્ટેશન રોડ પર મોબાઈલ શોપની ઉપરનું સિમેન્ટનું પતરું તોડી કરફ્યુ સમયે ત્રાટકેલા તસ્કરોએ રૂ.71 હજારના 24 મોબાઈલ ફોન અને બે સ્પીકરની ચોરી કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં ઉધના ગામ રિષભ એપાર્ટમેન્ટ ઘર નં.501 માં રહેતા 34 વર્ષીય અભિષેકભાઇ ગણપતભાઇ શાહ ઉધના સ્ટેશન રોડ ચૌહાણ શોપીંગ સેન્ટર દુકાન નં.7 માં સુરેખા મોબાઈલના નામે મોબાઈલ શોપ ધરાવે છે. હતું બુધવારે રાત્રે નવ વાગ્યે તેમણે નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી હતી અને ઘરે ગયા હતા.દરમિયાન, ગત સવારે નવ વાગ્યે તેમની દુકાનની બાજુમાં દુકાન ધરાવતા રોશનભાઈએ તેમને ફોન કરી કહ્યું હતું કે તમારી દુકાનનું સિમેન્ટનું ઉપરનું પતરું તૂટેલું છે.આથી અભિષેકભાઈ તરત દુકાને દોડી ગયા હતા.

દુકાને જઈ તપાસ કરતા અંદર તમામ સામાન વેરવિખેર હતો અને ઉપરનું સિમેન્ટનું પતરું તૂટેલું હતું. તપાસ કરતા દુકાનમાંથી રૂ.70,987 ની મત્તાના 24 મોબાઈલ ફોન અને બે સ્પીકરની ચોરી થઈ હતી. કરફ્યુ સમયે ત્રાટકી આરામથી પતરું તોડી અંદર પ્રવેશી અને સામાન વેરવિખેર કરી ચોરી કરનાર તસ્કરો વિરુદ્ધ અભિષેકભાઈએ બાદમાં ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!