લિંબાયતના નિલમનગરમાં જ્વેલર્સના બંધ ઘરમાંથી રૂ. 19.45 લાખની ચોરી

On: February 14, 2022 10:53 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ત્રણ ભાઇઓ સંયુક્ત પરિવાર સાથે સોમનાથ દર્શન કરવા ગયો હતોઃ તસ્કરો દુકાનના તમામ દાગીના અને રોકડની ચોરી ગયા

સુરત
લિંબાયતના બૈજનાથ મંદિર નજીક નિલમનગર સોસાયટીમાં ત્રણ ભાઇઓ પરિવાર સાથે સોમનાથ દર્શન કરવા ગયા અને બીજી તરફ તસ્કરોએ બંઘ ઘરને નિશાન બનાવી જ્વેલર્સ માલિકના રૂમમાંથી સોનાના 455.92 અને ચાંદીના 2.05 કિલોગ્રામ તથા રોકડ મળી કુલ રૂ. 19.45 ની મત્તા ચોરીને ભાગી ગયા હતા.
સહારા દરવાજા સ્થિત ન્યુ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ ફોલ્ડીંગનું કામ કરતા સુનીલ રામપ્રસાદ સોની (ઉ.વ.31) લિંબાયતના બૈજનાથ મંદિર નજીક નિલમનગર સોસાયટીના પ્લોટ નં. 50 માં સંયુકત પરિવારમાં રહે છે. સુનીલનો મોટો ભાઇ સંતોષ બૈજનાથ મંદિર નજીક પૂજા કોમ્પ્લેક્ષમાં માં અંબે જ્વેલર્સ નામે દુકાન ધરાવે છે. દુકાનમાં લોખંડનો દરવાજો કે તિજોરી સહિત સુરક્ષાની કોઇ વ્યવસ્થા નહીં હોવાથી દુકાનનો તમામ કિંમતી સામાન રોજ રાત્રે પોતાના ઘરે લઇ આવતો હતો. ગત તા. 11 ના રોજ સુનીલ અને સંતોષ સહિત ત્રણેય ભાઇઓ સોમનાથ દર્શન કરવા ગયા હતા.

આ અરસામાં ઘર બંધ હોવાની તકનો લાભ લઇ તસ્કરોએ ઘરના ધાબા પરથી બીજા માળે આવી સંતોષના રૂમના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી કબાટમાં મુકેલા દુકાનના અલગ-અલગ સોનાનો સેટ, વીંટી, પેન્ડલ, ચેઇન વિગેરે મળી 455.92 ગ્રામ વજનના સોનાના દાગીના, 2.05 કિલોગ્રામ ચાંદીના દાગીના અને રોકડા રૂ. 2 લાખ મળી કુલ રૂ. 19.45 લાખની મત્તા ચોરીને ભાંગી ગયા હતા. સોમનાથ દર્શન કરી પરત આવ્યા ત્યારે ચોરીની જાણ થતા ઘટના અંગે લિંબાયત પોલીસમં ચોરીની ફરીયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!