Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મહેસાણા શહેરમાં ખાનગી વાહનોના અડીંગાથી ટ્રાફીક સમસ્યા વકરી

On: February 6, 2022 3:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,તા.5

મહેસાણા શહેરના હાઈવે ઉપર એસટીના પીકઅપ સ્ટેન્ડની બહાર
ટ્રાફિકને અડચણરૃપ ખાનગી વાહનોના રોજ અડીંગા લાગી જાય છે. મોઢેરા ચોકડી
, રાધનપુર ચોકડી, પાલાવાસણા સર્કલ, ટાઉનહોલ સહિતના
વાહનવ્યવહારથી ધમધમતા જાહેર સ્થળોએ મુસાફરોની ગેરકાયદેસર હેરાફેરી કરતાં સંખ્યાબંધ
વાહનોની લાઈન લાગે છે. અહીં ટ્રાફિક પોલીસની નાક નીચે એસટી સમાંતર દોડતા ખાનગી
વાહનોમાં મુસાફરો ભરવાની પ્રવૃત્તિ બેરોકટોક થાય છે.

મહેસાણા શહેરમાં ટ્રાફિકની સમસ્યા વર્ષોથી માથાનો દુખાવો
બનેલ છે. વખતો વખત યોજાતા પોલીસ દરબારોમાં આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહેતો હોય
છે. આ સમસ્યાના પરીબળ સમાન મુસાફરોની ગેરકાયદેસર હેરાફેરી કરતા ખાનગી વાહનોના
શહેરના ભરચક ગણાતા વિસ્તારોમાં લાગી જતાં અડીંગા છે.મોઢેરા ચોકડીએ હાલમાં અંડરપાસ
નિર્માણની કામગીરી ચાલી રહી હોવાથી આ સ્થળે ખાનગી વાહનોથી રાબેતામુજબના
વાહનવ્યવહારને ભારે અડચણ થાય છે. ઉપરાંત
,રાધનપુર
ચાકડીએ એસટીના ચાણસ્મા જતા રોડ
,
પાલનપુર જતા અને અમદાવાદ જતા રોડ પર ત્રણ જગ્યાએ ખાનગી વાહનોમાં એસટી સંમાંતર
મુસાફરો ભરવાની પ્રવૃતી છડેચોક થઈ રહી છે.જયારે મોઢેરા સર્કલ
, પાલાવાસણા સર્કલ, ટાઉનહોલ અને
સિવીલ હોસ્પિટલ નજીક ગોઝારીયા તથા વિસનગર જવા માટે ખાનગી વાહનોની લાઈનો લાગે
છે.જેના લીધે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે.મહેસાણાથી અમદાવાદ
, પાલનપુર, ચાણસ્મા, રાધનપુર, વિજાપુર, હિંમતનગર, મોઢેરા, બેચરાજી જવાના
રૃટ ઉપર રોજ એસટી સમાંતર દોડતા વાહનોમાં ગેરકાયદેસર રીતે મુસાફરોને ભરવાની પ્રવૃતી
બેરોકટોક થઈ રહી છે.

પોલીસ અને આરટીઓ અનદેખી કરે છે

જિલ્લા મથક મહેસાણાથી સુનિયોજીત રીતે ખાનગી વાહનોમાં
જોખમકારક રીતે મુસાફરોની હેરાફેરી કરવાની પ્રવતી સામે પોલીસ અને આરટીઓ તંત્ર
અનદેખી કરતું હોવાનું જણાય છે. મોટાભાગના ખાનગી વાહનોમાં બેસાડવાની મંજુરી કરતાં
ડબલ ગણી શકાય તેટલા મુસાફરો ઠાંસીઠાંસીને ભરવામાં આવી રહ્યા છે. જ્યારે કોરોના
કાળમાં મુસાફરોનો લાભ ઉઠાવીને આ ખાનગી વાહનોમાં ભાડા વસુલીમાં ઉઘાડી લૂંટ કરવામાં
આવી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!