[ad_1]
અમદાવાદ,તા.05 ફેબ્રુઆરી 2022, શનિવાર
અમદાવાદ જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ ૩૩ કેસ નોંધાયા હતા. સૌથી વધુ સાણંદ તાલુકામાં ૨૫ કેસ સામે આવ્યા હતા. દસક્રોઇ તાલુકામાં ૮ કેસ નોંધાયા હતા.
સારી બાબત એ છેકે જિલ્લામાં હવે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. શનિવારે ૯ તાલુકામાંથી સાણંદ અને દસક્રોઇને બાદ કરતા બાકીના તમામ તાલુકાઓમાંથી એકપણ કોરોના સંક્રમણનો કેસ જોવા મળ્યો નહતો.
જિલ્લામાં હાલમાં કોરોનાના ૨૩૫ એક્ટીવ કેસ છે. જિલ્લામાં કોરોનાકાળમાં કુલ ૯,૨૭૧ કેસ કોરોના સંક્રમણના સામે આવ્યા છે. જેમાંથી ૧૦૦ લોકોના મોત થઇ ચૂક્યા છે. સારી બાબત એ છેકે ૮,૯૩૬ લોકો સાજા થયા છે.
જિલ્લામાં ત્રીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા ૨૯,૮૨૪ થઇ છે. બાળકોની વાત કરીએ તો ૬૦,૭૧૭ બાળકોએ પ્રથમ રસીનો ડોઝ અને ૨૩,૧૨૧ બાળકોએ બીજી રસીનો ડોઝ લઇ લીધો છે.
[ad_2]
Source link






