[ad_1]

એક જ દિવસમાં કોરોનાના કેસમાં 20%નો વધારો
1.34 લાખ એક્ટિવ કેસ : 255 દર્દી વેન્ટિલેટર પર જાન્યુઆરીમાં જ 2.61 લાખને સંક્રમણ, 184નાં મોત
અમદાવાદ : ગુજરાતમાં પાંચ દિવસ બાદ કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,608 નવા કેસ સામે આવ્યા છે. આમ, સોમવારની સરખામણીએ કોરોનાના કેસમાં 20%નો વધારો થયો છે.
કોરોનાથી થતાં મૃત્યુનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 28 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. આમ, જાન્યુઆરીના 25 દિવસમાં જ કુલ 2,61,236 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે જ્યારે 184 વ્યક્તિના કોરોના સામે શ્વાસ થંભ્યા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 10, સુરતમાંથી 5, જામનગરમાંથી ચાર, વડોદરામાંથી બે, મહેસાણા-નવસારી-ખેડા-પંચમહાલ-ભાવનગર-દેવભૂમિ દ્વારકા-બોટાદમાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યારસુધી કુલ 10,302 વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી ચૂકી છે. કોરોનાથી મૃત્યુ જ નહીં દૈનિક કેસને મામલે પણ અમદાવાદ ફરી મોખરે રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5386 નવા કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં 5303-ગ્રામ્યમાં 83 કેસનો સમાવેશ થાય છે.
રાજ્યમાંથી અન્યત્ર વડોદરા શહેરમાં 3041-ગ્રામ્યમાં 761 સાથે 3802, રાજકોટ શહેરમાં 1376-ગ્રામ્યમાં 273 સાથે 1649, સુરત શહેરમાં 1004-ગ્રામ્યમાં 472 સાથે 1476, ગાંધીનગર શહેરમાં 309-ગ્રામ્યમાં 171 સાથે 480, જામનગર શહેરમાં 357-ગ્રામ્યમાં 89 સાથે 446, ભાવનગર શહેરમાં 293-ગ્રામ્યમાં 22 સાથે 315, મહેસાણામાં 277, ભરૂચમાં 273, મોરબીમાં 254,
કચ્છમાં 244, વલસાડમાં 238, પાટણમાં 196, બનાસકાંઠામાં 172, સાબરકાંઠામાં 159, આણંદમાં 156, નવસારીમાં 154, અમરેલીમાં 151, જુનાગઢ શહેરમાં 66-ગ્રામ્યમાં 83 સાથે 149, ખેડામાં 136, સુરેન્દ્રનગરમાં 124, પંચમહાલમાં 98, તાપીમાં 77, દાહોદમાં 41, ગીર સોમનાથમાં 38, પોરબંદરમાં 27, દેવભૂમિ દ્વારકામાં 22, છોટા ઉદેપુરમાં 20,
મહીસાગરમાં 16, નર્મદામાં 13, ડાંગમાં 10, અરવલ્લીમાં 9 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 10,92,968 છે. રાજ્યમાં એક્ટિવ કેસ 1,34,261 છે જ્યારે 255 દર્દીઓ વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં 17467 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 9,48,405 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 86.77% છે.
[ad_2]
Source link






