[ad_1]

જામનગર, તા. 22 જાન્યુઆરી
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાની શેઠવડાળા તાલુકા શાળાના મદદનીશ શિક્ષકને પોતાની શાળાના એક વિધાર્થીને માર મારવા અંગેના પ્રકરણમાં શિક્ષણ વિભાગ દ્વારા નોકરીમાંથી પાણીચું આપી દેવાતાં શિક્ષણ જગતમાં ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના શેઠવડાળા માં આવેલી શેઠવડાલા તાલુકા શાળાના મદદનીશ શિક્ષક વિનોદ દેવશી ભાઈ વાઘેલા કે જેણે ગત 8મી જાન્યુઆરીના દિવસે પોતાની શાળામાં અભ્યાસ કરવા આવતા એક વિદ્યાર્થીને પટ્ટા વડે માર માર્યો હોવાનું અને ગળું દબાવીને ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું હતું. અને શિક્ષણ જગતમાં ભારે ચકચાર જાગી હતી.
જે મામલે વિદ્યાર્થીના વાલી દ્વારા શેઠવડાળા પોલીસ મથકમાં મદદનીશ શિક્ષક સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ પછી આરોપી શિક્ષક ધરપકડથી બચવા માટે ભાગી છૂટ્યો હતો, અને હજુ પણ ફરાર છે.
દરમિયાન જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આજે શિક્ષક સામે ફરજ મોકુફી હેઠળ નો ઓર્ડર કાઢયો છે, અને મદદની મદદનીશ શિક્ષક વિનોદ દેવશીભાઈ વાઘેલા ને નોકરીમાંથી પાણીચું આપી દેવાયું છે. જેને લઇને ભારે ચર્ચા જાગી છે.
[ad_2]
Source link






