Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરત RTO કચેરી ખાતેના ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક પર કાવતરૂ રચી ટેસ્ટ આપ્યા વગર કપટ પૂર્વક ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા મામલે FIR

On: January 22, 2022 12:46 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત, તા. 22 જાન્યુઆરી

સુરત આર.ટી.ઓ. કચેરી ખાતેના ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક પર ગુન્હાહીત કાવતરૂ રચી ટેસ્ટ આપ્યા વગર કપટ પૂર્વક ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવાની ફરીયાદ ધ્યાને આવતા વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ માટે તુરત જ ટીમ મોકલી હકીકતો મેળવતા તેમાં ફોજદારી ગુન્હો થયો હોવાની વિગતો ખુલતાં વાહન વ્યવહાર કમિશ્નર કચેરી દ્વારા સુરતના આર.ટી.ઓ. અધિકારીને પોલીસમાં એફ.આઇ.આર. કરવા અધિકૃત કરવામાં આવી છે એમ વાહન વ્યવહાર કમિશ્નર કચેરીની યાદીમા જણાવાયુ છે. 

યાદીમા વધુમા જણાવાયાનુસાર સુરતના આરટીઓ અધિકારી દ્વારા એફ.આઇ.આર. દાખલ કરતાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત દ્વારા ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦(બી) તથા આઇ.ટી.એકટ કલમ ૬૬(ડી) મુજબનો ગુન્હો તા.૨૦-૦૧-૨૦૨૨ થી દાખલ કરવામાં આવેલ છે.  જેના અનુસંધાને સુરત કચેરીના સહાયક મોટર વાહન નિરીક્ષક નિલેશ ટી.મેવાડા સાથે સાહીલ શાહનવાઝ વઢવાણીયા, ઈન્દ્રસિંહ ખુમાનસિંહ ડોડીયા, જશ મેહુલભાઈ પંચાલ, ત્રણે આરટીઓ એજન્ટની પણ અટકાયત કરવામાં આવી છે. જે પૈકી નીલેશ મેવાડાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા નામ.કોર્ટની ગાઇડ લાઇન મુજબ તેઓને પોલીસ જાપતા હેઠળ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ છે. આ ગેરરીતી સંબંધમા નિયમો અનુસાર ખાતા રાહે પણ પગલાં લેવામાં આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મોટર વાહન વિભાગ દ્વારા અરજદારોને પારદર્શક રીતે સરળતાથી અને ઝડપી સેવા મળે તે માટે અનેક વિધ પગલાં લેવામાં આવે છે. આ પગલામાં મુખ્યત્વે સેવાઓનું સરળીકરણ તથા અરજદારોને તેમજ વહીવટી તંત્રને કામગીરીમાં અડચણ ઉભી કરે, સીસ્ટમ સાથે ચેડા કરે તેવા ઇસમો સામે શિક્ષાત્મક પગલા લેવાની નિતી વિભાગ દ્વારા અપનાવવામાં આવી છે.અને ગેરરીતીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ નિતીથી શકય તમામ પગલાં લેવામાં આવે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!