ટેકનિકલ કોલેજોમાં AICTE દ્વારા આઈડીયા લેબ સ્થપાશે

On: January 22, 2022 1:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

એઆઈસીટીઈ
અપ્રુવ્ડ ટેકનિકલ કોલેજો-યુનિ.ઓમાં એઆઈસીટીઈ દ્વારા આઈડીયા લેબ શરૃ કરાશે.જે
અંતર્ગત જીટીયુ દ્વારા તમામ ટેકનિકલ કોલેજો પાસેથી અરજીઓ પણ મંગાવાઈ છે.દરમિયાન
જીટીયુ દ્વારા તેના વાર્ષિક પદવીદાન સમારોહની પણ જાહેરાત કરાઈ છે જે મુજબ ૨૭મી
જાન્યુઆરીએ કોન્વોકેશન યોજાશે.ગુજરાત યુનિ.નું કોન્વોકેશન પણ જાન્યુ.અંત સુધીમાં
અથવા ફેબુ્ર.ના પ્રથમ સપ્તાહમાં યોજાશે.

જીટીયુનો ૧૧મો
વાર્ષિક પદવીદાન સમારોહ ૨૭મીએ જાન્યુઆરીએ યોજાશે.આ વર્ષે ૬૦ હજાર જેટલા
વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે અને આ વર્ષે સાયન્સ સિટી ખાતે કોન્વોકેશન યોજાશે.
જે બ્લેન્ડેડ મોડમાં યોજાશે એટલે કે ૧૫૦ લોકોની સંખ્યામાં જ કોન્વોકેશન થશે.જેમાં
માત્ર ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ અને યુનિ.ના અધિકારીઓ-હોદ્દાદરો જ ઉપસ્થિત
રહેશે.કોન્વોકેશનના ચીફ ગેસ્ટ તરીકે ઝાયડસ ગુ્રપના ચેરમેન પંકજ પટેલ ઉપસ્થિત
રહેશે.૧૪૫ ગોલ્ડ મેડલ અપાશે.જીટીયુ દ્વારા તાજેતરમાં સંલગ્ન તમામ ટેકનિકલ કોલેજો
પાસેથી આઈડીયા લેબ માટે અરજીઓ મંગાવાઈ છે.

નવી એજ્યુકેશન પોલીસી અંતર્ગત એઆઈસીટીઈ દ્વારા
ટેકનિકલ કોલેજોમાં આઈડીયા (આઈડીયા ડેવલપમેન્ટ
,ઈવેલ્યુશન
એન્ડ એપ્લિકેશન) લેબ સ્થપાશે.આ લેબ ૧.૧૦ કરોડના ખર્ચે બનશે અને જેમાં એઆઈસીટીઈ
દ્વારા ૫૫ લાખ સુધીની મર્યાદામાં ૫૦ ટકા ખર્ચની રકમ  કોલેજને અપાશે અને જે કોલેજ ૫૦ ટકા સુધીનો ખર્ચ
ઉપાડી શકશે તેમજ જે કોલેજ પાસે ૩૦૦૦ સ્કવેર ફુટની જગ્યા તથા સ્ટાફ હશે તેમજ ઓછામા
ઓછો એક કોર્સ એનબીએ માન્ય હશે અને ૧૦ વર્ષથી સંસ્થા ચાલતી હશે તેને લેબની મંજૂરી
અપાશે.લેબની મંજૂરી ટેકનિકલ કાઉન્સિલ દ્વારા જ અપાશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!