પાંડેસરામાં ટ્રીટ કર્યા વગર ડ્રેનેજમાં પાણી છોડતી મિલ પકડાઇ, મ્યુનિ.એ નામ જાહેર કર્યું નહી

On: January 17, 2022 10:19 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


મ્યુનિ.ની ડ્રેનેજમાં સીધું જ પાણી છોડાતું
હતું ઃ આવી પ્રવૃત્તિને લીધે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ વાંરવાર ખોટકાઇ રહ્યો હોવાની
ફરિયાદ 

સુરત,

સુરતને લાગુ ખાડીમાં
કેમીકલ છોડવાના ષડયંત્રની શાહી સુકાય તે પહેલાં જ પાલિકાની ડ્રેનેજમાં કેટલીક મીલવાળાઓ
કેમીકલ અને કલરવાળું પાણી સીધું છોડી દેતા હોવાની ફરિયાદ ઉઠી છે. ડ્રેનેજ વિભાગની ચકાસણી
દરમિયાન એક મીલ દ્વારા ટ્રીટ કર્યા વિનાનું પાણી સીધું ડ્રેનેજમાં છોડાતું હોવાનું
બહાર આવતા કાયદાકીય પગલાની તજવીજ હાથ ધરાઇ છે. જોકે, મ્યુનિ.એ મિલનું નામ જાહેર કર્યું
નથી.

સુરત મ્યુનિ.ના પાંડેસરા
વિસ્તારમાં પાલિકાનો ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છેલ્લા કેટલાક દિવસથી ખોટકાઈ રહ્યો
છે અને વધુ પડતાં કેમીકલવાળા પાણી આવવાના કારણે કેટલીક વખત પ્લાન્ટ બંધ કરવો પડી રહ્યો
છે.  ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવા પ્રકારના
કેમીકલ અને કલરવાળું પાણી સતત આવે તો લાંબા ગાળા પ્લાન્ટને મોટું નુકસાન થવાની શક્યતા
છે. જેના કારણે પાલિકાની ડ્રેનેજમાં કેમીકલ અને કલરવાળું પાણી સીધું  કોણ છોડે છે તેની તપાસ કરવામા આવી હતી. આજે મોડી
સાંજે પાલિકાના ડ્રેનેજ વિભાગને પાંડેસરાની એક મીલમાંથી કલર અને કેમીકલવાળું પાણી સીધું
ડ્રેનેજમાં છોડી દેવામા આવતું હોવાનું માલુમ પડયું છે.

આરોગ્ય વિભાગે હજી
આ મીલનું નામ જાહેર કર્યું નથી નોટીસ આપવાની કામગીરી થયાં બાદ નામ જાહેર કરાશે તેમ
જણાવ્યું છે. પાલિકાની ડ્રેનેજમાં કેમીકલવાળું અને કલરવાળું પાણી છોડતી એક મીલ પાલિકાએ
ઝઢપી છે પંરતુ જો રાજકીય કે અન્ય કોઈ દબાણ ન આવે તો ડ્રેનેજમાં કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ
કર્યા વિનાનુ પાણી છોડતી અનેક મીલના નામ બહાર આવી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!